કાર શેરિંગને અપાયેલી છૂટઃ બારીઓ ખુલ્લી રાખવી પડશે!

Sunday 17th May 2020 10:05 EDT
 
 

લંડનઃ યુકેમાં લોકડાઉન હળવું બનાવી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના ચુસ્ત પાલન સાથે કામ પર ચડવાની છૂટછાટ અપાઈ છે પરંતુ, તેના કારણે ટ્રેઈન અને ટ્યૂબ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. આના પરિણામે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ કારના શેરિંગને પરવાનગી અપાઈ છે. જોકે, કારની બારીઓ ખુલ્લી રાખવી પડશે, પેસેન્જર્સે પોતાના ચહેરા એકબીજાથી વિરુદ્ધ દિશામાં રાખવાના રહેશે અને નવા મિત્રોને આલિંગનની જરા પણ છૂટ નથી.

અલગ અલગ પરિવારના લોકો એક કારના સહયાત્રી બની શકશે પરંતુ, કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા યોગ્ય વેન્ટિલેશન માટે કારની બારી ખુલ્લી રાખવી પડશે. લોકડાઉન હળવું બનવા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર લોકોનું ભારણ વધી ન પડે તે માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાઈડન્સ અપાયું છે કે કાર શેરિંગથી અવરજવરની છૂટ આપી શકાય છે. જોકે, ખાસ જરુરી હોય ત્યારે જ કાર શેરિંગની સલાહ અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવા જણાવાયું છે તેમજ કામે જવા માટે ચાલતા, કાર અથવા સાયકલના ઉપયોગની સલાહ અપાઈ છે. આ ઉપરાંત, લોકોને માસ્ક અથવા ચહેરાને ઢાંકતાં આવરણ પહેરવા અને પ્રવાસ દરમિયાન ખોરાક કે ડ્રિન્ક નહિ લેવા પણ જણાવાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter