જિઆન પોવાર દ્વારા પ્રોફેશનલ્સ માટે મેડિટેશન કંપની અનવાઈન્ડનો આરંભ

Wednesday 01st August 2018 03:08 EDT
 
 

લંડનઃ મેડિટેશન કંપની અનવાઈન્ડને લીધે ૨૬ વર્ષીય જિઆન પોવાર હાલ ખૂબ ચર્ચામાં છે. આ કંપનીની શરૂઆત તેમણે ગયા માર્ચમાં કરી હતી. કંપનીએ માત્ર ચાર મહિનામાં અમેરિકા અને લંડનમાં ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ભારતીય મૂળના તેમના પિતા રણજીત પોવાર બ્રિટન અને દુબઈના જાણીતા હોટેલ બિઝનેસમેન હતા.

જિઆને પોતાનો પ્રથમ બિઝનેસ ૧૩ વર્ષની વયે ડરહમમાં ડિવીડી કંપની સાથે શરૂ કર્યો હતો. એસ્ટન યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કર્યા બાદ તેઓ ૨૦૧૪માં પ્રાઈસવોટરહાઉસકુપરમાં જોડાયા હતા. પરંતુ મે, ૨૦૧૫માં જિઆનના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. બિઝનેસના કામ અર્થે ભારત ગયેલા તેમના પિતાનું આકસ્મિક મોત નિપજ્યુ. ઘણી તપાસના અંતે પણ તેમના મોતનું કોઈ કારણ મળ્યુ ન હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે અપહરણ બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ જિઆનને નિરાધાર બનાવી દીધો હતો.

જિઆન ૨૦૧૭માં નોકરી છોડી ન્યુ આંત્રપ્રિન્યોર્સ ફાઉન્ડેશનમાં જોડાયા. આ સંસ્થા મેન્ટર્સ અને ઈન્સ્પિરેશનલ કોચ ઉપલબ્ધ કરાવે છે. જો કે, પ્રાઈસવોટરહાઉસકુપરમાં જિઆન પ્રેરણાદાયી લોકો વિશે ઘણુ સાંભળી ચૂક્યો હતો. તે જાણતા હતા કે, મોટી રકમ વસૂલવા છતાં વક્તા પોતાનો પ્રભાવ પાડી શકતા ન હતા. તેથી જિઆને અનુભવી સ્પીકર્સ અને કંપનીઓને સાંકળીને ધ લોયન ક્લબની શરૂઆત કરી હતી.

આજે લંડન અને ન્યુયોર્કમાં તેમની સાથે ૨૬ વક્તા જોડાયેલા છે. જેઓ લોયડ્સ, જીએસકે, તથા આરપીસી જેવી કંપનીઓ સાથે કામ કરી રહ્યા છે. આ સામાન્ય લોકો છે. જેમની સામાન્ય વાર્તા છે. જેમ કે, એક સિરિયાઈ શરણાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેણે તેના પર ફિલ્મ બનાવી અને તેને બાફ્ટા એવોર્ડ પ્રાપ્ત થયો. જિઆન કહે છે કે, દરેક પાસે એક વાર્તા તો હોય છે. બસ માત્ર આપણે તેને સમય ફાળવી સાંભળવા માટે તૈયાર થવાની જરૂર છે. એમ્પ્લોઈ એન્ગેજમેન્ટમાં પણ અસરકારક છે.

ચાર માસમાં અનવાઈન્ડની સારી લોકપ્રિયતા

પિતાના મોત બાદ તણાવગ્રસ્ત જિઆનને તપાસમાંથી ઘણુ શીખવા મળ્યુ હતું. એક મિત્રએ તણાવમાંથી દૂર થવા મેડિટેશન કરવા સલાહ આપી હતી. મેડિટેશન કરતાં જિઆનમાં બદલાવ આવ્યો. તેમને તણાવગ્રસ્ત લોકોનો તણાવ દૂર કરવા મેડિટેશન કંપની શરૂ કરવાની પ્રેરણા મળી. માર્ચ, ૨૦૧૮માં તેમણે અનવાઈન્ડ મેડિટેશન સ્ટુડિયો શરૂ કર્યો. ચાર મહિનામાં જ કંપનીની લોકપ્રિયતા વધી છે. આ સ્ટુડિયોમાં કોઈ ઈન્સ્ટ્રક્ટર નથી. સ્ટુડિયોમાં કેન્ડલ અને અમુક રેકોર્ડેડ મેડિટેશનના સાધનો છે. મેડિટેશન બાદ ચા, સ્ટુડિયોનું આલ્હાદક વાતાવરણ અને માહોલ એક અલગ જ અનુભવ આપે છે. અનવાઈન્ડની સેશનમાં જેપી મોર્ગન, વોર્નર બ્રધર્સ અને પીડબ્લ્યુસી જેવી દિગ્ગજ કંપનીઓના લોકો સામેલ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter