દ્રાક્ષ- મશરૂમ્સના બૂટ અને હેન્ડબેગઃ પ્રાણીની ત્વચારહિત લેધરનો યુગ

Wednesday 11th May 2022 07:36 EDT
 
 

લંડનઃ શું તમે કદી મશરૂમ-લેધર કે દ્રાક્ષ-લેધરની હેન્ડબેગ વિશે વિચાર્યું છે ખરું...? ના. તો, હવે તૈયાર થઈ જાવ કેક્ટસ લેધર કે કોમ્બુચા લેધરના જેકેટ અને મશરૂમ લેધરની બેગનો ઉપયોગ કરવા! પ્રાણીઓની ત્વચાનો ઉપયોગ કરાતો ન હોવાથી આ કહેવાતી ‘વનસ્પતિ આધારિત લેધર’ની નવી જાતમાં પૃથ્વીને મોટા લાભ છે. તેના કારણે ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનની સમસ્યા, વનનાબૂદી, પ્રાણી-કલ્યાણ વગેરે બાબતોનો જવાબ મળે છે.

તાજેતરમાં જ ડેનિયલ રુબિન તરફથી નવું ટકાઉ ટ્રેઇનર બ્રાન્ડ ‘લેરિન્સ’નું નવું લેધર જેવું મટીરિયલ આવ્યું છે જેમાંથી તૈયાર કરાયેલા બનેલાં બૂટ 130 પાઉન્ડમાં ઉપલબ્ધ છે. આ નવા લેધર જેવા લાગતા બૂટમાં દ્રાક્ષની છાલનો ઉપયોગ કરાયો છે! લેરિન્સ હવે આ રીતે વનસ્પતિ-આધારિત વિકલ્પો દ્વારા વિવિધ ફેશનની ચીજો બનાવતાં ઓલબર્ડ્સ, હર્મીસ, રિફોર્મેશન અને સ્ટેલા મેકકાર્ટ્ની વગેરે ગૃહોની સાથે હાથ મિલાવશે.

માત્ર વનસ્પતિ-આધારિત લેધર જ નહિ, ગુચી, સેન્ટ લોરેન્ટ તથા બાલેન્શીઆગા જેવી ફેશન બ્રાન્ડની પેરન્ટ કંપની લિયોનાર્દો ડિકેપ્રિઓ એન્ડ કેરિંગ દ્વારા કેલિફોર્નિયા ખાતે પ્રયોગશાળામાં વિકસાવાયેલા લેધર સ્ટાર્ટઅપ વિટ્રોલેબ્સમાં ‘નોંધપાત્ર’ રોકાણ કરાયું છે. કેલિફોર્નિયા ખાતેની ચેરિટી મટીરિયલ ઇનોવેશન ઇનિશિયેટીવના સીઈઓ નિકોલ રોલિંગ કહે છે કે, ગત વર્ષે ફેબ્રિકમાંથી 980 મિલિયન ડોલર જેટલું ફંડિંગ મળ્યું હતું, જેના કારણે સિલ્ક અને વૂલ સહિત પ્રાણી-આધારિત મટીરિયલની જરૂર રહી નહોતી.

લેબમાં વિકસાવાયેલા લેધરમાં સ્ટેમ-સેલને પ્રાણીના ચામડાની નકલ કરીને બનાવાય છે, જેથી આ નવા પ્રકારનું લેધર પેલા પરંપરાગત લેધર જેવું મજબૂત અને ટકાઉ બની રહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter