પુરુષો માટે ગર્ભનિરોધક સારવારના પ્રયોગ

Wednesday 06th February 2019 02:21 EST
 
 

લંડનઃ પુરુષો માટે ગર્ભનિરોધક સારવાર પર પ્રયોગ ચાલી રહ્યા છે અને આ અભૂતપૂર્વ અભ્યાસમાં દંપતિ ભાગ લે તેના માટે સંશોધકો અનુરોધ કરી રહ્યા છે. પુરુષ દરરોજ NES/Tતરીકે ઓળખાતી આ જેલ સારવાર લે તો તેના શરીરમાં શુક્રાણુનું ઉત્પાદન અટકી જાય છે. આ જેલ પુરુષે તેના હાથના ઉપરના ભાગ અને ખભા પર લગાવવાની હોય છે.

ગ્લોબલ પ્રોજેક્ટમાં માન્ચેસ્ટરની સેન્ટ મેરી હોસ્પિટલ અને યુનિવર્સિટી ઓફ એડિનબરા ખાતે ચાલી રહેલા કાર્યનો સમાવેશ થાય છે. સેન્ટ મેરીના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ ડો.ચેરિલ ફિટઝીરાલ્ડે જણાવ્યું હતું,‘પુરુષો માટે ગર્ભનિરોધકના વિકલ્પો કોન્ડોમ અને નસબંધી પુરતા સીમિત છે. અમે માનીએ છીએ કે આ તૈયારીથી પુરુષો તેમની પ્રજનનશક્તિને સલામત અને સરળ રીતે નિયંત્રિત કરી શકશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter