પ્રેમમાં નિષ્ફળતા માટે માતા જવાબદાર !

Wednesday 28th November 2018 02:41 EST
 

લંડનઃ સંબંધને સ્થિરપણે યથાવત જાળવી ન શકો તો તેના માટે તમારી માતાને દોષ આપવો પડશે. વીતેલા દાયકાઓના લોકોના તેમના પાર્ટનર સાથેના સંબંધોને તેમની માતાના રોમાન્સના ભૂતકાળ સાથે સાંકળીને એકત્ર કરાયેલી માહિતીના અભ્યાસનું આ તારણ નીકળ્યું હતું.

માતાએ જેટલા વધારાના સંબંધો બાંધ્યા હતા તેની સરખામણીએ તેમના સંતાનોના સંબંધોમાં સરેરાશ છ ટકાનો વધારો જણાયો હતો. અગાઉના સંશોધનમાં જણાયું હતું કે ડિવોર્સ લીધેલા પેરેન્ટ્સના સંતાનો પણ ડિવોર્સ લે તેવી શક્યતા વધારે હોય છે.

ઓનલાઈન જર્નલ Plos Oneમાં પ્રસિદ્ધ થયેલું સંશોધન ૭૨ વર્ષીય જૂડી ગાર્લેન્ડની પુત્રી લિઝા મીનેલી જેવી સેલિબ્રિટીઝના અંગત જીવન પર પ્રકાશ પાડે છે. મીનેલીની માતાએ પાંચ લગ્ન કર્યા હતા. માતાની સમકક્ષ પહોંચવા જૂડીને હજુ એક લગ્ન ખૂટે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter