બ્રિટનના સમુદ્રોમાં પ્લાસ્ટિકના કચરાનો ૧૫૮ ટકાનો વધારો

Tuesday 07th November 2017 04:39 EST
 
 

લંડનઃ પ્લાસ્ટિક્નું દુષણ વિશ્વભરમાં વધી રહ્યું છે ત્યારે બ્રિટનના સમુદ્રોમાં ગત વર્ષે પ્લાસ્ટિકની બેગ્સ, કોફીના કપ્સ અને બોટલ્સ સહિત કચરાના પ્રમાણમાં ૧૫૦ ટકાથી પણ વધારો જોવાં મળ્યો હતો. જેમાંથી મોટા ભાગે રીસાયકલ ન થઈ શકે તેવા પ્લાસ્ટિક કચરાનો હિસ્સો ૭૭. ૯ ટકાનો હતો. આગામી વર્ષોમાં આ પ્રદૂષણ વધતું જશે તેવો ભય પણ વ્યક્ત કરાય છે.

ડિપાર્ટમેન્ટ ફોર એન્વિરોન્મેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સ (Defra)ના તાજા આંકડા મુજબ ગયા વર્ષે સમુદ્રી કચરામાં ૧૫૮ ટકાનો જોરદાર વધારો જોવા મળ્યો હતો, જે ૧૯૯૨-૯૪ના ગાળામાં પ્રમાણ કરતાં ૨૨૨ ટકાનો વધારો સૂચવે છે. સમુદ્રી કચરો ૨૦૦૩ના વર્ષમાં સૌથી વધુ હતો, જે સરેરાશ કરતાં ૧૨ ગણો હતો પરંતુ, તે પછી તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો હતો. ગયા વર્ષના ડેટા અનુસાર પ્રતિ ચોરસ કિમી. વિસ્તારમાં કચરાની ૩૫૮ આઈટમ જોવા મળી હતી, જે તેની અગાઉના વર્ષે ૧૪૧ હતી. આ પ્રમાણ ૨૦૦૯થી પ્રતિ ચોરસ કિમી. ૪૦૦ આઈટમથી ઓછું રહ્યું છે.

યુકેના ઘરોમાં દર વર્ષે ૩૦ બિલિયન પ્લાસ્ટિક બોટલ્સનો વપરાશ થાય છે પણ ૫૭ ટકાનું જ રીસાયકલિંગ કરાય છે, બાકીનો ભાગ જમીનના પુરાણમાં વપરાય છે. યુકેમાં દૈનિક આશરે ૭૦૦,૦૦૦ અને વાર્ષિક ૨૫૫ મિલિયન પ્લાસ્ટિક બોટલ્સ કચરા તરીકે ફેંકી દેવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter