અંબરની ટેટુની ઘેલછા

Saturday 08th September 2018 08:24 EDT
 
 

ન્યૂ સાઉથ વેલ્સઃ ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સની અંબર લુક નામની ૨૩ વર્ષની યુવતીને ટેટુ કરાવવાનો ગાંડો શોખ છે. એમણે અત્યાર સુધીમાં ટેટુ અને બોડી આર્ટ પાછળ લગભગ ૧૬૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે રૂ. ૧૦,૯૭,૦૦૦નો ખર્ચ કર્યો છે. તે ૧૬ વર્ષની હતી ત્યારથી ટેટુ કરાવે છે અને છેલ્લાં સાત વર્ષમાં એણે ૫૦થી વધુ બોડી આર્ટ પ્રોસિજર કરાવી છે. તાજેતરમાં જ તેણે કાયમી ધોરણે અંધાપો આવવાનું જોખમ ઉઠાવીને પણ આય બોલને લાઇટ બ્લ્યૂ કરાવ્યા છે. આ પ્રક્રિયા બાદ તે ત્રણ અઠવાડિયા સુધી અંધારામાં હતાં. એના ફ્રેન્ડસ એને ‘બ્લ્યૂ આઇડ વ્હાઇટ ડ્રેગન’ કહે છે કારણ કે એની આંખો અને જીભ પરથી તે ડ્રેગન જેવા દેખાય છે. એણે એની જીભને પણ કપાવી છે. એના ૨૧૦૦૦ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ સાથે તે તેના ફોટા શેર કરે છે. હવે અંબરની ઇચ્છા ‘વેમ્પાયર’ જેવા દેખાવા માટે આગળના દાંત તીક્ષ્ણ કરાવવાની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter