અવની ચતુર્વેદીઃ વિદેશની ધરતી પર યુદ્ધાભ્યાસ કરનારી પ્રથમ ભારતીય મહિલા પાઇલટ

Saturday 21st January 2023 05:04 EST
 
 

નવી દિલ્હી: દેશમાં પહેલીવાર ભારતીય વાયુ સેનાની મહિલા ફાઇટર પાઇલટ વિદેશમાં હવાઈ યુદ્ધાભ્યાસ માટે ભારતીય દળનો હિસ્સો બનશે. આ સિદ્ધિ સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદીએ હાંસલ કરી છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલા પાઇલટ વિદેશની ભૂમિ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ અગાઉ મહિલા અધિકારીઓ ફ્રાન્સની વાયુ સેના સહિત ભારત આવતી વિદેશી ટુકડીઓ સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ ચૂકી છે. દેશની પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંથી એક સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી જાપાન પહોંચી છે. અવની એક Su-30MKI પાઇલટ છે. અવની જાપાનમાં 16થી 26 જાન્યુઆરી સુધી ઓમિટામામાં હયાકુરી એરબેઝ તથા તેની આસપાસના હવાઈ ક્ષેત્રમાં તેમજ જાપાનના સયામામાં ઇરુમા એર બેઝમાં યોજાયેલા વીર ગાર્જિયન 2023 યુદ્ધ અભ્યાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter