ઓફિસ જતી વખતે આવી રીતે થાઓ રેડી

Wednesday 13th September 2017 06:35 EDT
 
 

કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી પ્રોફેશનલ માનુનીને હંમેશાં એ પ્રશ્ન રહે છે કે આખરે કેવો મેક અપ કરીને ઓફિસે જવું? તો આવું કન્ફ્યુઝન ન થાય એ માટે અહીં ટિપ્સ અપાઈ છે. જેથી ઓફિસે જતા ઝડપથી મેક અપ કિટ પર તમારા હાથ ચાલવા લાગશે અને રૂટિન પણ સેટ થઈ જશે.

મેકઅપ

ઓફિસે જાવ ત્યારે મેકઅપ કરવો ખાસ જરૂરી છે. કારણ કે મેકઅપ તમારામાં આત્મ વિશ્વાસ પૂરે છે. મેકઅપ તો કરવો એ વાત સાચી, પણ તે ખૂબ હેવી ન હોવો જોઇએ. મેકઅપ કર્યા વિના ઓફિસે જશો તો તમે સાવ સુસ્ત દેખાશો જ, પણ તમને પોતાને પણ સુસ્તીનો અનુભવ થશે. વત્તા તમે પ્રોફેશનલ નહીં લાગો. ઓફિસમાં સિમ્પલ મેકઅપ કરીને જાવ. ન્યૂડ અથવા પિંક શેડની લિપસ્ટિક અને ન્યૂટ્રલ આઇશેડો લગાવો. સિમ્પલ મેકઅપ તમને સોબર લુક આપશે.

જ્વેલરી-એક્સેસરી

ઓફિસમાં તમે માનસિક કે શારીરિક કામ કરવા જ જાવ છો એ નક્કી છે કોઇ પ્રસંગમાં હાજરી આપવા નહીં. આથી બને ત્યાં સુધી હેવી જ્વેલરી ન પહેરો. ખાસ કરીને કાચની જ્વેલરી તો ન જ પહેરો. એવી જ્વેલરી પહેરો જે ક્લાસિક લુક આપવા સાથે મોડર્ન પણ લાગે. ગળામાં નાની ચેઇન, હાથમાં બ્રેસલેટ સ્ટાઇલની રિસ્ટવોચ અને એક હાથમાં બ્રેસલેટ સારા લાગશે. તમે ઘડિયાળ ખરીદો ત્યારે ધ્યાન રાખો કે તેના ડાયલ કે કિનારીઓ પર ક્રિસ્ટલ્સ લગાવેલા ન હોય. પ્લસ તમારી જ્વેલરી તમારા વર્ક પ્રોફાઈલને જચે એવી પણ હોવી જરૂરી છે.

પર્સ - હેન્ડબેગ

ઓફિસમાં શાઇનિંગ કે શિમરિંગ લુક આપે એવી હેન્ડબેગ સારી નથી લાગતી. આથી ઓફિસ માટે હેન્ડબેગ ખરીદતી વખતે તેનો કલર બ્લેક, બ્રાઉન, મરૂન હોય તો વધુ સારું. પ્રમાણસર લંબાઇ અને પહોળાઇ ધરાવતી હેન્ડબેગ હોવા સાથે દરેક વસ્તુ અંદરથી આસાનીથી મળી રહે તેવા ખાના હોવા જોઈએ અને તમને પરફેક્ટ લુક પણ આપવી જોઈએ.

પગરખાં

ઓફિસમાં સ્માર્ટ લુક માટે ક્લોઝ્ડ શૂઝ પહેરો તો વધારે સારું. તે કમ્ફર્ટેબલ પણ હોવા જોઇએ. ઓપન-ટો અથવા તો વધારે સ્ટ્રેપી ફૂટવેર કેઝ્યુઅલ વેર સાથે સારા લાગે છે. તમારા ઓફિસવેર સાથે ક્યારેક હિલ્સ પહેરી શકો છો, પણ લેધર ફ્લેટ્સ અત્યારે ઇન ટ્રેન્ડ છે. તે સાડી અને સલવાર-કુર્તા સાથે પણ સારા લાગે છે. જીન્સ સાથે પણ કે પ્રોફેશનલ પેન્ટ્સ કે સ્કર્ટ સાથે પણ. નોર્મલ હિલ ધરાવતા ચંપલ પણ ઓફિસમાં સારા લાગે છે.

હેરસ્ટાઇલ

હેરસ્ટાઇલ ડ્રેસિંગનો સૌથી મહત્ત્વનો ભાગ છે. જો તમારા વાળ વારંવાર ચહેરા પર આવતાં હોય તો તે તમારી ઇમેજને સૂટ કરશે નહીં. પોશાકને અનુરૂપ તમે પોનીટેલ અથવા શોલ્ડર કટ હેરસ્ટાઇલ અપનાવો. વાળ ખુલ્લા રાખવા માગતા હો તો બ્લો ડ્રાય કરીને સેટ કરી દો. એથી તમારો લુક સારો લાગશે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter