ટેક્સાસનો અનોખો કિસ્સોઃ બાળકી ટ્વિન્સ, પણ જન્મ તારીખ અને વર્ષ અલગ અલગ

Monday 16th January 2023 05:03 EST
 
 

ટેક્સાસમાં ટ્વિન્સ બાળકીએ જન્મ લીધો છે, પરંતુ બંને બાળકીની જન્મ તારીખ અને સાલ અલગ અલગ હોવાનો અનોખો કિસ્સો બન્યો છે. વાત માનવામાં ના આવે તેવી પણ હકીકત સાચી છે. વાત એમ છે કે અમેરિકાના ટેક્સાસ ખાતે કાલી જો ફલેવેલેન નામની મહિલાએ પોતાની પ્રથમ પુત્રી એની જોને 31મી ડિસેમ્બરની રાતે 11.55 વાગે જન્મ આપ્યો હતો. બીજી બાળકી એફી રોઝને પહેલી જાન્યુઆરી 12:01 કલાકે જન્મ આપ્યો હતો. તે રીતે બંને બાળકીની જન્મતારીખ અને વર્ષ અલગ અલગ થઈ ગયા. કાલી જોએ ખુશખબરી આપતાં ફેસબુક પર બંને પુત્રીઓ અને પતિની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છેઃ ક્લિફ અને મને એની જો અને એફી રોઝ સ્કોટ જેવી બાળકી પ્રાપ્ત કરવાનો આનંદ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter