આંખોની રોશની નથી પણ એમિલી ડેવિસન ૬ વર્ષથી ફેશન બ્લોગ ચલાવે છે

Friday 18th May 2018 06:56 EDT
 
 

લંડનઃ બ્રિટન સહિત વિશ્વભરમાં ૨૩ એમિલી ડેવિસન બ્લોગર તરીકે પ્રખ્યાત છે. એમિલી પોતાનો બ્લોગ લખે છે અને યુટ્યૂબ ચેનલ ફેશનિએસ્ટા પણ ચલાવે છે.
એમિલી દોઢ વર્ષની હતી ત્યારે સેપ્ટો-ઓપ્ટિક ડિસપ્લેજિયાનો શિકાર બની હતી. આ ડિસઓર્ડર આંખોની રોશની અને મેટાબોલિઝમને પ્રભાવતિ કરે છે. આ કારણથી એમિલીની જમણી આંખની પૂરી રોશની જઇ ચૂકી છે અને ડાબી આંખમાં માત્ર ૧૦ ટકા રોશની છે. તેમ છતાં એમિલીનો જુસ્સો બુલંદ છે. તેણે એ કર્યું કે જે તેને પસંદ હતું. હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સથી માંડીને યુટ્યૂબ પર તેના હજારો ફોલોઅર્સ છે.
એમિલી કહે છે કે જ્યારે લોકો તેને પહેલી વાર મળે ત્યારે લોકો દંગ રહી જાય છે કે આટલી સ્ટાઇલિશ કપડાં પહેરનારી છોકરી અને સરસ મેકઅપ કરનારી છોકરી જોઈ શકતી નથી?! લોકોની આવી કમેન્ટ્સ સાંભળીને જ મેં ૬ વર્ષ પહેલાં ફેશન બ્લોગ શરૂ કર્યો હતો. મારા બ્લોગ અને યુટ્યૂબ ચેનલ પર લોકોને કપડાં અને મેકઅપ અંગે નવી ટિપ્સ જાણવા મળે છે. હું કંઇ પણ વાંચવા ક્લેરો રીડ એપનો ઉપયોગ કરું છું. તેનાથી બ્લોગ પર લખી શકું છું.
ફેશન બ્લોગ શરૂ કરવા અંગે એમિલીનું કહેવું છે કે તેની માતા એક કોસ્મેટિક્સ કંપનીમાં કામ કરતી હતી. જેથી તેને બાળપણથી જ ફેશન પ્રત્યે રુચિ હતી. ૧૪ વર્ષની ઉંમરે એનોરેક્સિયાનો શિકાર બન્યા બાદ મેં ફેશન બ્લોગ શરૂ કર્યો. તેણે કહ્યું કે એનોરેક્સિક થઇ તે દરમિયાન મેં જાણ્યું કે પોતે જેવા છીએ તેનો સ્વીકાર કરવો કેટલો જરૂરી છે. ફેશન માત્ર તમારા લુક્સ પૂરતી નથી. તેમાં તમારી પૂરી પર્સનાલિટી સામેલ છે. લોકો મને પૂછે છે કે તમને દેખાતું નથી તો મસ્કારા કેવી રીતે લગાવો છો તો હું કહું છું કે આ વર્ષોની પ્રેક્ટિસ છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં મારા જેવા લોકોને ઓછી સ્વીકૃતિ મળે છે અને હું મારા જેવા લોકોને કહેવા માગુ છું કે તેઓ પણ પોતાને બીજાથી ઉતરતા ન સમજે અને જે ક્ષેત્રમાં રુચિ હોય તેમાં આગળ વધે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter