નેલ પેઈન્ટ નખ પર વધુ સમય ટકી રહે તે માટે આટલું કરો

Monday 29th April 2019 06:52 EDT
 
 

હાલમાં દરેક મહિલા કે યુવતીઓ મેકઅપ કિટમાં વિવિધ નેલપોલીશ રાખે છે. માર્કેટમાં વિવિધ રેન્જની નેલપોલીશ મળી પણ રહે છે. ગ્લોસીથી માંડીને મેટ કલર્સમાં મળતી નેલપોલીશ આમ તો યુવતીઓ પોતાના હાથ અને નખને સુંદર બનાવવા માટે ઉપયોગમાં લેતી જ હોય છે, પણ સામાન્ય રીતે એવું બને છે કે નેલપોલીશ લગાવો પછી ત્રણ કે ચાર જ દિવસમાં તે ઉડવાની શરૂ થાય છે. ખાસ કરીને મહિલાઓ હાથ પાણીમાં નાંખે કે તરત નેલપોલીશ નીકળવા લાગે છે. નેલપોલીશ અડધી નીકળી જાય પછી હાથ બહુ ખરાબ લાગે છે. દરેક યુવતી અને મહિલાઓ ઇચ્છે છે કે તેમના હાથ પર લાગેલી નોલપોલીશ વધુ દિવસો સુધી રહે. નેલપોલીશ તમારા નખ પર વધુ દિવસો સુધી રહે અને તમારા નખ અને હાથની સુંદરતામાં લાંબા સમય સુધી વધારો કરતી રહે એ માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

• જ્યારે પણ તમે નેલપોલીશ લગાવો ત્યારે તમારા નખમાંથી મેલ અવશ્ય કાઢી નાંખો કારણ કે ઘણી વખત નેલપોલીશ લગાવ્યા પછી નખમાંથી મેલ કે કચરો કાઢતાં પણ નેલપોલીશ નીખલી જાય છે. તેથી તમારા નખને સારી રીતે સાફ કરીને નેલપોલીશ લગાવો.

• ક્યારેક સમયના અભાવે તમે પહેલા લગાવેલાં નેલ પેઈન્ટ પર જ નવી નેલપોલીશ લગાવી લો છો. આવી ભૂલ ન કરવી. તમે જૂની નેલપોલીશ ઉપર બીજી નેલપોલીશ લગાવો તો તેનાથી તમારા નખ ઉપર એક મોટું પળ બની જાય છે. જે વધુ સમય સુધી ટકતું નથી. તેથી જૂની નેલપોલીશ નખ પરથી રિમૂવરથી રિમૂવ કરો એ પછી નવો નેલ પેઈન્ટ લગાવો.

• નેલ પેઈન્ટ નખ પર લગાવતાં પહેલાં નખ પરથી જૂનો નેલ પેઈન્ટ દૂર કર્યાં પછી નખની આજુબાાજુની ખોટી ચામડી પણ દૂર કરવી જરૂરી છે અને નખને પણ શેપ આપવો જરૂરી છે. ખોટી ચામડી દૂર કરીને ને નખને શેપ આપીને. એક બાઉલમાં અડધા લીંબુનો રસ કાઢી લો. એ રસ નખ અને નખની આજુબાજુની ચામડી પર રૂથી લગાવો. ૧૫ મિનિટ લીંબુનો રસ રહેવા દો. એ પછી હાથ હુંફાળા પાણીથી ધોઈ લો. એ પછી નખને કોરા કરીને એની પર નેલ પેઈન્ટ લગાવવો.

• જ્યારે પણ તને નવો નેલ પેઈન્ટ નખ પર લગાવો ત્યારે નેલ ગ્લુનો એક કોડ જરૂરથી લગાવો જેથી નેલ પેઈન્ટ વધારે સમય સુધી રહેશે. આ ઉપરાંત નેલ પેઈન્ટ લગાવ્યા પહેલાં નેલ પેન્ટની બોટલને સારી રીતે હલાવો. એવું કરવાથી નેલપોલીશ વ્યવસ્થિ મિકસ થઈ જશે અને નખ પર એક સરખી રીતે કોડ લગાવી શકાશે.

• રંગીન નેલપોલીશ કરતાં પહેલાં નખ ઉપર બેઝ કોટ જરૂરથી લગાવો. બેઝ કલર એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે. તેને લગાવવાથી નેલપોલીશ વધુ સમય સુધી ટકી રહે છે. જો નેલ પેઈન્ટ ઘાટ્ટો કરવો હોય તો જે નેલ પેઈન્ટ કરવો હોય એનો જ એક લાઈટ કોડ પહેલાં લગાવવવો એ પછી એક બાઉલમાં બરફનું ઠંડું પાણી કરીને નખ એમાં બોળી દેવા. નેલ પેઈન્ટ સુકાઈ જશે એ પછી બીજો કોડ નખ પર કરવો. નેલ પેઈન્ટને જલદી સુકવવા માટે પણ બરફના પાણીમાં નખને બોળી દેવાથી નેલ પેઈન્ટ જલદી સુકાઈ જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter