ફેશન મંત્રઃ કાંડાને બ્યૂટીફૂલ બનાવે છે બ્રેસલેટ

Saturday 17th September 2022 06:29 EDT
 
 

યુવતીઓ પોતાની સુંદરતાને અનોખો નિખાર આપવા અવનવી એક્સેસરીનો ઉપયોગ કરતી હોય છે. યુવતીઓની ફેવરિટ ેક આવી જ એક્સેસરી છે બ્રેસલેટ. નાજુક અને આકર્ષ બ્રેસલેટ ઓફિસમાં પહેરવા માટે સૌથી સારો વિકલ્પ છે. એક નાનકડું બ્રેસલેટ યુવતીઓના નાજુક નમણાં કાંડાની શોભામાં વધારો કરી દે છે.
• પર્લ બ્રેસલેટ: ડાયમંડ બ્રેસલેટની જેમ જ પર્લ બ્રેસલેટ પણ ક્લાસીક લુક આપવા માટે જાણીતા છે. જોકે પર્લ બ્રેસલેટની લટકતા મોતીની ડિઝાઇન ટ્રેન્ડિંગ છે. જોકે આ સિવાય પણ ડ્રેસના રંગને અનુરૂપ રંગીન મોતીમાંથી બનતા પર્લ બ્રેસલેટ માનુનીઓની ખાસ પસંદ બની ગયા છે.
• બીડ બ્રેસલેટ: બીડ બ્રેસલેટ કોલેજિયન્સ અને યંગસ્ટર્સમાં વધારે લોકપ્રિય છે. એ વ્યક્તિત્વને ફંકી લુક આપે છે. આ બીડ બ્રેસલેટમાં તમે તમારી સર્જનાત્મકતા પ્રમાણે જાતજાતના બીડનો ઉપયોગ કરીને અઢળક ડિઝાઇન બનાવી શકો છો. બીડ બ્રેસલેટ પ્રમાણમાં સોંઘા અને બનાવવામાં સરળ હોવાના કારણે લોકપ્રિયતાના મામલે એ સદાબહાર છે.
• ગોલ્ડ બ્રેસલેટ: ગોલ્ડ બ્રેસલેટની વાત જ અલગ છે. સોનાની પાતળી ચેઇન જેવા દેખાતા ડિઝાઇનર ગોલ્ડ બ્રેસલેટ ઓફિસ જતી ફેશનેબલ યુવતીઓની પહેલી પસંદગી છે. આ બ્રેસલેટમાં સોનાનો ઉપયોગ થતો હોવાના કારણે એનો દમામ જ અનોખો છે. જોકે એ બહુ નાજુક હોવાથી તુટી ન જાય અને પડી ન જાય એ માટે એની બહુ સંભાળ રાખવી પડે છે.
• ડાયમંડ બ્રેસલેટ: ડાયમંડ બ્રેસલેટ કૂલ અને ક્લાસી લુક આપે છે. સિંગલ ડાયમંડના પાતળી ચેઇનવાળા બ્રેસલેટ ઓફિસમાં પહેરવા માટે સૌથી સારો વિકલ્પ છે. આ પ્રકારના બ્રેસલેટ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. જો તમે ટ્રેડિશનલ ડ્રેસ સાથે અથવા તો કોઈ પ્રસંગમાં ડાયમંડ બ્રેસલેટની પસંદગી કરવા ઇચ્છો તો હેવી ડિઝાઇનવાળા બ્રેસલેટ કાંડાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter