ફેસ માસ્કથી ત્વચાને આપો ફ્રેશ લુક

Wednesday 17th May 2023 07:06 EDT
 
 

બ્યુટિ પાર્લરમાં જઇને જ ચહેરા ઉપર નિખાર લાવી શકાય એ જરૂરી નથી. તમે ઘરમાં કામ કરતાં કરતાં પણ રિફ્રેશ લુક અને ગ્લો મેળવી શકો છો. એ માટે કયા ફેસ માસ્ક બેસ્ટ છે એ જાણીએ.
• હની ફેસ માસ્કઃ આ માસ્ક ડ્રાય સ્કિન ધરાવતી યુવતીઓ માટે મેજિકસમાન છે, કારણ કે એમાં હાઇડ્રેશન પ્રોપર્ટીઝ હોય છે. આ હની બેઝ માસ્ક એન્ટિ ઓક્સિડન્ટમાં રિચ હોવાને કારણે તમારી સ્કિનને થોડી જ વારમાં સોફ્ટ ફિલ કરાવવાનું કામ કરે છે. આ માસ્કમાં વિટામિન બી હોવાને કારણે સ્કિન પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે. આ હાઇડ્રેટેડ એન્ટિ ઓક્સિડન્ટ ફેસ માસ્કથી ગ્લોઇંગ કોમ્પ્લેક્શન મેળવો. આ પ્રકારના તૈયાર માસ્ક પણ બજારમાં મળે છે.
તેને 10 મિનિટ માટે ચહેરા ઉપર લગાવો અને પછી હળવા હાથે ચહેરા ઉપર મસાજ કરી ચહેરો ધોઈ લો.
• ગ્રેપફ્રૂટ હાઇડ્રોજેલ માસ્કઃ શું તમે તમારી સ્કિન સાથે કંઇ પણ નવો પ્રયોગ કરતા ખચકાવ છો? તો તમે ગ્રેપફ્રૂટ હાઇડ્રોજેલ માસ્કનો ઉપયોગ કરી શકો છો. જેમની સ્કિનમાં કરચલી પડી ગઇ છે તેમના માટે પણ બેસ્ટ છે. આ માસ્કમાં ગ્રેપફ્રૂટ સીડ એક્સટ્રેક્ટ હોય છે જે સ્કિનને રિફ્રેશ કરવાનું કામ કરે છે. વિટામિન સીની ખૂબીઓ સ્કિનને બ્રાઇટ બનાવવાની સાથે સ્કિનને ટાઇટ કરે છે. ખીલને કારણે થતાં સ્પોટ્સને પણ ઘટાડવામાં મદદ કરે છે. આ પીલ ઓફ માસ્ક હોય છે. તેને સ્કિન પર લગાવ્યા બાદ પંદર મિનિટમાં સુકાઈ જાય એટલે સ્કિની પીલ ઓફ કરવાની જરૂર પડે છે. આ માસ્ક ઇઝી ટુ યૂઝ છે.
• ચારકોલ માસ્કઃ આજકાલ ચારકોલ માસ્કનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ માસ્કની ખાસિયત એ છે કે તે પોર્સને ક્લીન કરવાની સાથે સાથે બ્લેકહેડ્સની સમસ્યામાંથી પણ છુટકારો અપાવવાનું કામ કરે છે. ચારકોલની પ્રોપર્ટીઝ સ્કિ પર લાગેલાં ધૂળ, માટી તથા ગંદકીને રિમૂવ કરીને ક્લિયર સ્કિન આપે છે. ખીલની સમસ્યાને પણ દૂર કરે છે. આ ડેડ સ્કિન સેલ્સને રિમૂવ કરીને સ્કિનમાંથી અતિરિક્ત ઓઇલને દૂર કરી સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે જેથી સ્કિન ક્લીન હોવાની સાથે સાથે ગ્લોઇંગ પણ દેખાય છે. સૌથી પહેલાં ફેસવોશ કરીને ફેસ માસ્ક એપ્લાય કરો. આ માસ્કને પંદર મિનિટ માટે ચહેરા પર લગાવીને છોડી દો અને પછી ચહેરો ધોઈ લો. ચહેરાને ક્લીન કરી મોઇશ્ચરાઇઝર એપ્લાય કરો.
• ઓટમીલ માસ્કઃ જેમની સ્કિન સેન્સેટિવ છે તેમના માટે આ માસ્ક બેસ્ટ છે. આ ઉપરાંત દરેક સ્કિન ટાઇપ પર ઓટમીલ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. આ માસ્કમાં એન્ટિ ઇનફ્લેમેટરી તથા એન્ટિ માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ હોય છે, જે સ્કિનને ક્લીન અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. આ માસ્ક સ્કિનની હીલિંગ પ્રોસેસને પણ ઝડપી કરે છે. સ્કિનને ફેસવોશથી ક્લીન કર્યા પછી આ માસ્ક એપ્લાય કરો. પંદરથી વીસ મિનિટ સુધી તેને ચહેરા પર લગાવીને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. વીકમાં એક વખત આ માસ્કનો ઉપયોગ કરી શકો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter