બે મીટર લાંબા વાળે એલેનાને બનાવી સોશિયલ મીડિયા સ્ટાર

Thursday 22nd July 2021 07:23 EDT
 
 

યુક્રેનના ઓડેસનાની વતની ૩૫ વર્ષીય એલેના ક્રાવચેન્કો તેના બે મીટર લાંબા સોનેરી વાળ માટે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૭૦હજારથી વધુ ફોલોઅર્સ છે. એલેના પાંચ વર્ષની હતી ત્યારથી જ તેના વાળને વધારતી રહી છે. તે દર છ મહિને વાળને થોડા સેટ પણ કરાવે છે. તેણે અમુક ફોટા એવી સ્ટાઈલમાં મૂક્યા છે કે તે જાણે ડિઝની પ્રિન્સેસ લાગે છે. તેણે દરેક ફોટામાં તેની જુદી જુદી વેશભૂષા સાથે તેના વાળને લહેરાતા દર્શાવ્યા છે. તેના વાળની લંબાઈ જોતાં કેટલાક મજાકમાં પણ કહે છે કે કદાચ હવે તેના વાળ જ તેના વસ્ત્ર બની જશે, તેને બીજા વસ્ત્રની જરૂર જ નહીં રહે. તે વર્ષોથી વાળની નિયમિત રીતે સારસંભાળ રાખતી આવી છે. તેનું કહેવું છે કે વાળની સારામાં સારી માવજત સાથે યોગ્ય અને સાનુકૂળ સ્થળો શોધવા, તેને અનુકૂળ વસ્ત્રો બનાવવા અને સુશોભન માટે બીજી જાતજાતની ખરીદી સાથે ફોટોશૂટ કરવામાં મહિનાઓ લાગી જાય છે. વાળની જાળવણી જાણે કે એલેનાના જીવનનો ઉદ્દેશ્ય બની ગઈ છે. તે દર સપ્તાહે એક વખત વાળ ધુએ છે અને તેમાં તેને કલાક લાગી જાય છે. આ માટે તે નેચલ અને પ્રોફેશનલ હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તે જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે લોકો તેને અને તેના લાંબા વાળને જોઇને દંગ રહી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter