બ્લેકહેડ્ઝ અને ખીલના ડાઘ દૂર કરવાના ઘરેલુ ઉપાય

Wednesday 04th April 2018 10:31 EDT
 
 

સામાન્ય રીતે ટીનેજ તથા યંગ ગર્લ્સને ચહેરા પર ખીલના ડાઘ રહી જવાનો ભય સતાવતો હોય છે. ચહેરા પર ખીલના ડાઘ અને નાક પર બ્લેકહેડના થવાથી યુવાનો ચિંતામાં રહે છે. ચહેરા પર ડાઘ કે બ્લેકહેડનું કારણ પેટની ખરાબી, ખોરાકની અનિયમિતતા, પૌષ્ટિક તત્ત્વોની કમી અને પ્રદૂષણ જેવા અનેક કારણો હોય છે. અહીં અમે તમને ખીલ કે ત્વચા પરના કાળા ડાધ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છીએ.

  • ચહેરા પર કોઇપણ સ્ક્રબ લગાવતા પહેલાં તમારા ચહેરાને હળવા ગરમ પાણીથી ધોઇ લો જેનાથી ત્વચા ભીની અને નરમ થઇ જાય. આનાથી તમારી ત્વચા ડ્રાય થઇને ઢીલી નહીં પડી જાય.
  • ચહેરા પરના કોઈ પણ ડાઘથી છુટકારો મેળવવા માટેનો સૌથી સરળ ઉપાય છે સિંધાલૂણ અને મધ. સિંધાલૂણ અને મધની પેસ્ટ બનાવી તેને સારી રીતે તમારા ચહેરા અને તેની આસપાસના હિસ્સા પર લગાવો. પાંચેક મિનિટ સુધી આ પેસ્ટથી સ્ક્રબ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. ચહેરો ડ્રાય ન થાય તે માટે તેની પર ક્રીમ લગાવી લો.
  • ચહેરા પરના ડાઘ, બ્લેકહેડ અને મૃત કોષોને દૂર કરવામાં બોકિંગ સોડા અકસીર છે. આનો પ્રયોગ કરવા માટે સૌથી પહેલા પાણીમાં થોડા બેકિંગ સોડા મિક્સ કરો અને તેનાથી તમારા ચહેરાને એકાદ મિનિટ સુધી રગડો. એ પછી તેને ૧ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. બેકિંગ સોડાને ક્યારેય ચહેરા પર એકાદ મિનિટથી વધુ સમય રાખી ન મૂકશો.
  • ચહેરા પર જવનો લોટ અને સિંધાલૂણને મધમાં મિક્સ કરીને લગાવો. જો તમારી ત્વચા શુષ્ક છે તો આ મિશ્રણમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરો.
  • લીંબુ માત્ર ચહેરો સાફ જ નથી કરતું, પણ તેનો રસ એક પ્રકારનું પ્રાકૃતિક બ્લીચ પણ છે. લીંબુના કાપેલા ટુકડા પર થોડું સિંધાલૂણ છાંટીને ૩થી ૪ મિનિટ સુધી ચહેરાનું સ્ક્રબિંગ કરો અને જ્યારે સ્ક્રબ થઇ જાય ત્યાર પછી ચહેરાને ૩થી ૪ મિનિટ સુધી એમ જ રહેવા દો. બાદમાં ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ લો.
  • તમે સુકાયેલા સંતરાની છાલને મિક્સરમાં દળીને પેસ્ટ બનાવી શકો છો. પેસ્ટ બનાવવા દળેલા પાવડરમાં થોડું દૂધ મિક્સ કરી તેની મદદથી ચહેરાનું સ્ક્રબિંગ કરો. આ સ્ક્રબને પણ ચહેરા પર દસેક મિનિટ રહેવા દો. છેલ્લે હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો.

comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી