મહિલાઓનો ટ્રેન્ડી ક્રશઃ એરબ્રશ મેકઅપ

Monday 13th January 2020 06:49 EST
 
 

લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે. લગ્નમાં દુલ્હનની સાથે સાથે તેની નજીકની સગા સંબંધી મહિલાઓ પણ મેકઅપ પ્રત્યે ખૂબ જ સજાગ રહે છે. લગ્નમાં દરેક મહિલા ખુબસૂરત દેખાવા ઈચ્છે છે. જોકે ખાસ કરીને દુલ્હનને તેના મેકઅપ અને લુક માટે સૌથી મોટી મૂંઝવણ હોય છે. બ્રાઇડલ મેકઅપમાં ઘણી નવી ટેકનિક્સનો ઉપયોગ થાય છે. આજકાલ લગ્ન પ્રસંગ માટે મહિલાઓમાં એરબ્રશ મેકઅપ પ્રખ્યાત છે.

એરબ્રશ મેકઅપ

આજકાલ એરબ્રશ ટેકનિકથી મેકઅપનો ટ્રેન્ડ છે. એ સ્પ્રે પેઈન્ટિંગની જેમ કરાય છે. આ મેકઅપની ખાસિયત એ છે કે એમાં હાથ કે બ્રશનો ઉપયોગ થતો નથી. સ્પ્રેથી ખૂબસૂરતી અપાય છે એટલે ચહેરો એક્સાર અને ક્લિન લાગે છે. હકીકતે એરબ્રશ મેકઅપ એરગનથી કરાય છે અને એક પ્રકારનો લિક્વિડ મેકઅપ જેમાં ફાઉન્ડેશનથી માંડી આઈશેડો મશીનથી લગાડવામાં આવે છે. આ મેકઅપમાં માત્ર આઈલાઈનર અને લિપસ્ટિક લગાડવા માટે જ બ્રશનો ઉપયોગ થાય છે. એરબ્રશ મેકઅપ ઘણો હેવિ હોય છે એટલે સામાન્ય રીતે પાર્ટી મેકઅપ અને બ્રાઇડલ મેકઅપમાં જ એ કરવામાં આવે છે. એરબ્રશ મેકઅપ નેચરલ લુક તો આપે જ છે પરંતુ એ હેવિ હોવા છતાં હેવિ લાગતો નથી.

એરબ્રશ મેકઅપ કઈ રીતે થાય છે?

• મેકઅપ શરૂ કતાં પહેલા ચહેરાનું ક્લિન્ઝીંગ અને ટોનિંગ કરાય છે અને ત્યારબાદ ખીલના નિશાન, મસા, ડાર્ક સર્કલ, દાગ-ધબ્બા જેવી ચહેરાની ખામીઓને કન્સિલરથી છુપાવાય છે. બેઝ, નોઝ, શેપિંગ, ચીક મેકઅપ અને આંખની આસપાસ મેકઅપ કરાય છે.

• આ મેકઅપમાં વપરાતી મોટાભાગની પ્રોડ્ક્ટ્સ સિલિકોન બેઝ્ડ હોય છે એટલે મેકઅપ પ્રસરી ગયા કે ફેલાઈ જવાને બદલે લાંબો સમય ટકે છે.

• એરબ્રશ ટેકનિકમાં વપરાતી પ્રોડ્કટ્સમાં મેટિફાઈંગ એજન્ટ હોય છે એટલે ઓઈલી સ્કિનવાળા પણ એનો ઉપયોગ કરી શકે છે.

• આ મેકઅપમાં વપરાતી મોટાભાગની પ્રોડ્કટ્સ હાઈપો એલર્જનિક અને ફ્રેગરન્સ ફ્રી હોય છે.

• બધી ઉંમરની વ્યક્તિ અને બધા પ્રકારની ત્વચાવાળા આ મેકઅપ કરાવી શકે છે.

• આ મેકઅપ નેચરલ લૂક આપે છે.

• આ મેકઅપ વોટર રેઝિસ્ટન્ટ હોય છે અને ૧૫ કે વધુ કલાક ટકે છે અને બે-ત્રણ મિનિટમાં સાફ થઈ જાય છે. એને વારંવાર ટચઅપ કરવાની જરૂર નથી. એનાથી સ્કિન એલર્જી કે રેડનેસ થતાં નથી. ઓઈલી સ્કિન અને ફોટોસેશન માટે બેસ્ટ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter