મિસ ઇંગ્લેન્ડ ભાષા મુખર્જીએ કોલકાતામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે રૂ. ૧૭ લાખ દાન કર્યા

Monday 28th October 2019 08:22 EDT
 
 

કોલકતાઃ ભારતીય મિસ ઇંગ્લેન્ડ-૨૦૧૯ ભાષા મુખર્જીએ કોલકાતામાં રસ્તા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે વીસ હજાર પાઉન્ડ એટલે કે રૂ. ૧૭ લાખ રૂપિયા ભેગા કરીને 'હોપ' ફાઉન્ડેશનને દાન કર્યા છે. આ રકમ તેણે એક ઇવેન્ટની ટિકિટ વેચીને ભેગા કર્યા છે. ૨૩ વર્ષીય ભાષા સાથે મેડિકલ ફિલ્ડની બે ડિગ્રી છે. તેણે મિસ ઇંગ્લેન્ડનો તાજ પહેરીને ગણતરીના કલાકોમાં જ જુનિયર ડોક્ટર તરીકેની જોબ શરૂ કરી દીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter