રમતગમતમાં ૧૦ સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં નીતા અંબાણી

Tuesday 17th March 2020 06:24 EDT
 
 

મુંબઇઃ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના માલિક નીતા અંબાણીને રમતગમત ક્ષેત્રે ૧૦ સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મળ્યું છે. નીતા અંબાણી ભારતનાં સૌથી વધુ ધનિક ગણાતા કોર્પોરેટ દિગ્ગજ મુકેશ અંબાણીનાં પત્ની છે. સ્પોર્ટ્સ બિઝનેસ નેટવર્ક આઇસ્પોર્ટકનેક્ટે વર્ષ ૨૦૨૦ માટેની ‘ઇન્ફ્લુએન્શિયલ વિમેન ઇન સ્પોર્ટ’ની યાદી જાહેર કરી છે.
કંપનીએ જણાવ્યું છે કે શરૂઆતમાં ૨૫ મહિલાઓની પસંદગી કર્યા પછી અમારા નિષ્ણાતોની પેનલ પાસેથી અભિપ્રાયો મળ્યાં બાદ ટોપ-ટેનની પસંદગી થઈ છે. શોર્ટલિસ્ટ થયેલી મૂળ યાદીમાં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિથાલી રાજ સામેલ હતા. મહત્વપૂર્ણ છે કે, આ યાદીમાં ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકાના નામ પણ સામેલ છે. જેમાં ફોર્મ્યુલા-વનનાં માર્કેટિંગ અને કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર એલી નોર્મન, ડબલ્યુએનબીએનાં કમિશનર કેથી એન્જલબર્ટ, ‘ફિફા’નાં જનરલ સેક્રેટરી ફાતમા સમૌરા, સ્પેશ્યલ ઓલિમ્પિક્સનાં સીઇઓ મેરી ડેવિસ અને વિમેન્સ ક્રિકેટ ઇસીબીનાં મેનેજિંગ ડાયરેક્ટર ક્લેર કોન્નોર સામેલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter