વાળને કલર કરાવતા પહેલાં આટલું ધ્યાન રાખો

Tuesday 23rd October 2018 06:25 EDT
 
 

સામાન્ય રીતે લોકો જ્યારે હેર કલર કરાવે ત્યારે ખૂબ જ કનફ્યુઝ થાય છે. આજકાલ હાઈલાઈટ અને કુદરતી રીતે કાળા વાળમાં પણ યુવતીઓ સ્ત્રીઓ મનગમતો વાળનો શેડ કરવા કલર કરે છે. જોકે સફેદ વાળમાં લોકો જ્યારે વાળને કલર કરાવે છે ત્યારે તેમને અનેક જાતના ડર સતાવે છે. કલર બરાબર બેસશે કે નહીં સૂટ થશે કે નહીં? વાળને નુક્સાન તો નહીં થાયને? વગેરે વગેરે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ૧૫થી ૩૦ દિવસે પાર્લરમાં જઇને પોતાના વાળની માવજત કરાવડાવવી પડે છે. આ કામ થકવી નાંખનારું તો છે જ સાથે તેમાં ઝંઝટ પણ બહુ હોય છે. સામાન્ય તેલ અને શેમ્પૂના ઉપયોગથી વાળનો રંગ સામાન્ય થઇ જાય છે માટે અહીં તમને જણાવીશું કે કેવી રીતે કલર્ડ હેરનો જાદુ તમે યથાવત રાખી શકો.

- હંમેશા તમારા વાળના રંગથી ૨-૩ શેડ હલકો રંગ પસંદ કરો. વાળ પર લાલ કે તેની ઝાંય પડે તેવા રંગ બહુ જલ્દી ઝાંખા થઇ જાય છે માટે તેનો ઉપયોગ કરતાં પહેલા તેના પેક પર લખેલી સૂચનાઓ વાંચીને અચૂક અનુસરો.

- જ્યારે વાળને કલર કરાવવા જઇ રહ્યા હો ત્યારે તેના પર બે મહિના પહેલેથી મહેંદી લગાવવાનું બંધ કરી દો. મહેંદીવાળા વાળમાં જો કલર કરવામાં આવ્યો હશે તો કલર બહુ જલ્દી ઉતરવા લાગશે અને વાળ પર સરળતાથી ચોંટશે પણ નહીં.

ક્યારેય શેમ્પૂ કરીને તુરંત વાળને કલર ન કરાવો. જો આમ કરશો તો હેર કલર યોગ્ય રીતે સૂકાશે નહીં. માટે જો એક-બે દિવસ પછી કલર કરાવશો તો માથાનું તેલ તેને સારી રીતે ચૂસી લેશે અને વાળ પર રંગ ચઢી જશે.

વાળને હંમેશા ડેમી પરમેનન્ટ હેર કલર જ લગાવો. આ એક અસરકારક ટીપ છે જે હેર કલરને વધુ સમય સુધી તમારા વાળમાં યથાવત રાખશે. નહીં તો વાળ પર કલર માત્ર ૩૦ શેમ્પૂ સુધી જ ટકી શકશે.

- હંમેશા એ જ શેમ્પૂ વાપરો જે વાળ માટે બન્યું હોય. આવા શેમ્પૂમાં વાળના રંગને જાળવી રાખવાની સામગ્રી હોય છે. શેમ્પૂના વધારે પડતા ઉપયોગથી બચો. અઠવાડિયામાં ત્રણવાર જ શેમ્પૂ કરવું પૂરતું છે નહીં તો વાળનો રંગ બહુ જલ્દી ખરાબ થઇ જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter