શ્રદ્ધા કપૂર લે છે એકશન દ્રશ્યોની આકરી તાલીમ

Wednesday 09th October 2019 08:23 EDT
 
 

હાલમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પાંચે આંગળીઓ ઘીમાં છે. તાજેતરમાં પણ શ્રદ્ધા કપૂરની બંને ફિલ્મો ‘સાહો’ અને ‘છિછોરે’ બોક્સઓફિસ પર સફળ રહી છે. હવે તે ‘બાગી-૩’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફનાં એકશન દૃશ્યો સાથે મેચ થવા અભિનેત્રી પણ એકશન દૃશ્યોની આકરી તાલીમ લઇ રહી છે. શ્રદ્ધા પોતાની ટ્રેનર મહેક નાયર પાસેથી તો તાલીમ લઇ જ રહી છે તે ઉપરાંત ફિલ્મમેકર અહેમદ ખાને વ્યવસ્થા કરેલી બલ્ગેરિન ટ્રેનર પાસેથી પણ તાલીમ લઇ રહી છે. આ બંને ટ્રેનરો દર પંદર દિવસે મળીને શ્રદ્ધાની તાલીમ અંગે ચર્ચા કરે છે અને એ પછીની પંદર દિવસ માટેની તાલીમનું શિડ્યુલ બને છે. શ્રદ્ધાને મિક્સડ માર્સક આર્ટ્સની તાલીમ આપવામાં આવે છે. આ માટે શક્તિ અને ક્ષમતા કેળવવા તેના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ‘બાગી-૩’ના પ્રથમ ત્રણ શૂટિંગ શિડયુલ ભારતમાં ગોઠવાયા છે અને ૪૦ દિવસ સર્બિયામાં શૂટિંગનું શિડ્યુલ નક્કી કરાયું છે. સર્બિયામાં મોટાભાગનાં એકશન દૃશ્યોનું શૂટિંગ થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter