શ્રમિક ગર્ભવતીએ રસ્તે બાળકને જન્મ આપ્યો ને કલાકમાં વતન ભણી ચાલવા લાગી

Saturday 16th May 2020 08:03 EDT
 
 

નાસિકઃ કોરોના વાઈરસને લીધે કરેલા લોકડાઉનમાં દેશભરમાં શ્રમિકો પોતાને વતન જવા માટે રાહ જોઈ રહ્યાં છે. ઘણા પ્રવાસી શ્રમિકો ગરમીનું વિચાર્યા વગર હજારો કિલોમીટર દૂર પોતાને વતન જવા માટે પગપાળા જઈ રહ્યા છે. રસ્તામાં ઘણાનાં મોત પણ થઇ રહ્યાં છે. આ દરમિયાન નાસિકથી મધ્ય પ્રદેશ ઘરે જવા નીકળેલી ગર્ભવતી મહિલાની હૃદય પીગળી જાય તેવી ઘટના હમણાં બની છે. શકુંતલા નામની આ શ્રમિક મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો અને બાળકનાં જન્મ પછી એકાદ કલાકના ગાળામાં જ વતન તરફ ચાલવા લાગી હતી. તે બાળક સાથે ૧૬૦ કિલોમીટર ચાલીને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનની બોર્ડર પર આવેલા બિજાસન વિસ્તારમાં પહોચી હતી.
શકુંતલા તેના પતિ સાથે નાસિકથી મધ્ય પ્રદેશના સતના શહેર તરફ જઈ રહી હતી. શકુંતલા પાસે ઘરે જવા માટે કોઈ વાહનની સગવડતા નહોતી આથી તેણે ચાલતા જવાનું નક્કી કર્યું. રસ્તામાં શકુંતલાને પ્રસવ પીડા ઉપડી અને રસ્તાને કિનારે જ તેણે બાળકને જન્મ આપ્યો હતો.
બિજાસન બોર્ડર પર જિલ્લા તંત્રને આ ઘટનાની જાણ થતાં મદદ માટે દોડી આવ્યું હતું. આ મહિલાને એક શીખ પરિવારે બાળક માટે કપડાં અને કપલને જમવાનું પણ આપ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter