સિરામિક જ્વેલરીથી સજો શણગાર

Wednesday 06th September 2017 05:44 EDT
 
 

સામાન્ય રીતે મહિલાઓ હીરા, મોતી, સોના ચાંદીથી માંડીને પ્લાસ્ટિક મટીરિયલ, દોરી, ટેરાકોટા, કાથા, કાપડમાંથી બનતી સુંદર જ્લેવરી વિશે જાણતી જ હોય છે, પણ હાલમાં સિરામિક જ્વેલરી પણ મહિલાઓની પસંદ બની રહી છે. સિરામિક જ્વેલરીનો ફાયદો એ છે કે સિરામિક બીટ્સમાંથી પરવડે તેવી જ્વેલરીથી માંડીને કિંમતી ધાતુના મિશ્રણ સાથે મોંઘી યુનિક જ્વેલરી બનાવી શકાય છે. વળી, સિરામિક જ્વેલરી હવે તો સહેલાઈથી બજારમાં મળી પણ રહે છેહાલમાં ટ્રેન્ડમાં છે એ સિરામિક જ્વેલરીની ખાસિયત એ છે કે મહિલાઓ અને યુવતી રોજિંદી જિંદગીમાં પહેરી શકે એવાં લાઈટથી શરૂ કરીને હેવિ રેન્જની જ્વેલરી આ મટીરિયલમાંથી બની શકે છે.

જ્વેલરી ડિઝાઈનર પૂર્વી મહેતા કહે છે કે, સિરામિક બીટ્સ બજારમાં ઉપલબ્ધ હોય છે. તેથી લાઈટ રોજિંદી પહેરી શકાય એવી સિરામિક જ્વેલરી તો ઘરે પણ બનાવી શકાય છે. જો તમારે એમાં કિંમતી નંગો કે સોના ચાંદી સાથે કોમ્બિનેશન કરવું હોય તો તમારે સ્પેશ્યલ સિરામિક જ્વેલરીમાં એક્સપર્ટ જ્વેલરી ડિઝાઈનરનો સંપર્ક કરીને મનગમતી જ્વેલરી ડિઝાઈન તૈયાર કરાવવી પડે. એ પછી જ્વેલરી ઘડાવવી પડે. જો તમને તૈયાર જ્વેલરી પસંદ હોય તો તો માર્કેટમાંથી પણ સિરામિક જ્વેલરી પસંદ કરી શકો અને ખરીદી શકો છો.

જ્વેલરી એક્સપર્ટ ધવલ સોની કહે છે કે, સિરામિક આર્ટમાં જ્વેલરીની નવી નવી ડિઝાઈન ક્રિએટ થઈ રહી છે અને હાલમાં સિરામિક આર્ટની વધુ ડિમાન્ડ પણ છે. નવાઈની વાત એ છે કે સિરામિક જ્વેલરી સાથે સાથે સિરામિક કાંડા ઘડિયાળ પણ લોકોને પસંદ આવી રહી છે. તેનું પણ અનોખું કલેક્શન ઘણા એક્ઝિબિશનમાં જોવા મળે છે.

સિરામિક જ્વેલરી એક્સપર્ટ્સ કહે છે કે, સામાન્ય રીતે યુવતીઓ અને મહિલાઓ એવી જ્વેલરી ખરીદવાની પસંદ કરે છે કે જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત તે કંઈક ઈનોવેટિવ, આકર્ષક હોવા સાથે ટકાઉ પણ હોય. તેથી જ સિરામિકમાં જ્વેલરી અને કાંડા ઘડિયાળનો કન્સેપ્ટ હાલમાં ઇન ટ્રેન્ડ છે.

વિવિધ કોમ્બિનેશન

સિરામિક જ્વેલરી એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, રંગબેરંગી સિરામિક સોલિડ અને સિરામિક બીટ્સના કોમ્બિનેશનથી પણ સુંદર ઘરેણા બની શકે છે તો સિરામિક બીટ્સ અથવા સિરામિક સોલિડ મટીરિયલનું સોના, ચાંદી, હીરા, મોતી, નંગ, સ્ટોન કે પ્લાસ્ટિક સાથે સુંદર રીતે કોમ્બિનેશન પણ કરી શકાય છે. સિરામિક જ્વેલરીમાં ફ્લોરલ, પિકોક, રજવાડી, ચેક્સ અને રાઉન્ડ ડિઝાઈન યુવતીઓ અને મહિલાઓને વધુ ગમે છે. હાલમાં ગોલ્ડ પ્લેટેડ સિલ્વર જ્વેલરી સાથે સિરામિકનું કોમ્બિનેશન વધુ ચાલે છે. સિરામિકને તમે ઇચ્છો એ પ્રમાણેના રંગમાં ઢાળી શકો છો તેથી રંગબેરંગી સિરામિક મટીરિયલ સાથે મનગમતા હીરા કે નંગના કોમ્બિનેશનથી પણ સુંદર લાઈટ કે હેવિ જ્વેલરી તૈયાર થઈ શકે છે અને તે વારે તહેવારે, પ્રસંગે તમે પહેરો તો જુદાં તરી આવો છો.

સિરામિક જ્વેલરી એક્સપર્ટ જણાવે છે કે, હાલમાં બ્લેક સિરામિકમાં વ્હાઈટ પર્લ, યલોઈશ પર્લ કે ડાયમંડને ફિક્સ કરાવીને બનતી જ્વેલરી લોકો વધુ પસંદ કરે છે. બ્લેક સિરામિકમાં એક જ વ્હાઈટ પર્લ કે ડાયમંડ ફિક્સ કરીને નેકલેસ, સ્ટડ, બેંગલ અને વીંટીનો એક સેટ પણ તમારા જ્વેલરી કલેક્શનમાં રાખી શકાય


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter