સુરતની બાઇકિંગ ક્વીન્સની ૨ બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ

Wednesday 14th August 2019 07:30 EDT
 
 

સુરતઃ સુરતથી ૨૫ દેશોની સફરે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની બે બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ છે. જોકે બાઇકિંગ ક્વીન્સ દ્વારા બીજી બાઈક ભાડે મેળવીને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો છે. આ પહેલાં મોસ્કોમાં ટીમના મહત્ત્વના સભ્ય એવા જીનલ શાહના પાસપોર્ટ સહિતના દસ્તાવેજ ચોરાઇ ગયા હતા. આ પછી જીનલ શાહને સુરત પરત ફરવું પડ્યું હતું.

જીનલ શાહ વગર આગળ વધી રહેલી બાઈકિંગ ક્વીન્સની યાત્રાને વધુ એક મુશ્કેલી નડી હતી. એમ્સ્ટર્ડેમમાં રાત્રિરોકાણ દરમિયાન હોટેલના પાર્કિંગમાંથી ડો. સારિકા મહેતા અને ઋતાલી પટેલના બાઈક ચોરાઈ ગયા હતા. ડો. સારિકાએ જણાવ્યું કે અમે સવારે જોયું તો બાઈક ન હતા. અમે તુરંત પોલીસને જાણ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter