૨૪ વર્ષની ક્રિસ્ટિના ૨૧ બાળકની માતા

Tuesday 09th November 2021 05:03 EST
 
 

કોઇ પણ માતા માટે એકથી વધુ બાળકોની સંભાળ લેવાનું બહુ જ મુશ્કેલ હોય છે ત્યારે ક્રિસ્ટિના ઓઝકર્ટ નામની રશિયન યુવતીની મુશ્કેલી સમજી શકાય તેવી છે. તે ૨૧ બાળકોની માતા છે અને બાળકોની સારસંભાળ માટે તેણે ૧૬ આયા રાખી છે. જ્યોર્જિયાના બિલિયોનેર ગેલિબ ઓઝટર્ક અને તેની ૨૪ વર્ષની પત્ની ક્રિસ્ટિનાએ સરોગસી દ્વારા માતા-પિતા બનવા પાછળ માર્ચ ૨૦૨૦થી જુલાઇ ૨૦૨૧ દરમિયાન ૧.૪૨ લાખ પાઉન્ડ (અંદાજે દોઢ કરોડ રૂપિયા) ખર્ચી કાઢ્યા છે. આ ૨૧ સંતાનોની સારસંભાળ માટે આ ધનાઢય દંપતીએ ૧૬ આયાને ૨૪ કલાકની ડ્યુટી પર રાખી છે. આ દંપતી આયાના પગાર પાછળ જ વર્ષે ૬૭,૭૦૦ પાઉન્ડ ખર્ચે છે. ગેલિબને પ્રથમ પત્ની થકી જન્મેલા બે બાળક છે તો ક્રિસ્ટિનાને અગાઉની એક રિલેશનશીપ થકી ૬ વર્ષની પુત્રી છે. આમ કુલ ૨૩ ભૂલકાં એક છત નીચે રહે છે ક્રિસ્ટિના સરોગસી દ્વારા કુલ ૧૫૦ સંતાનની માતા બનવાની ઇચ્છે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter