રોજ બે કલાકથી વધુ ડ્રાઇવિંગ મગજ પર વૃદ્ધત્વની અસર લાવે

Friday 04th August 2017 07:43 EDT
 
 

લંડનઃ પ્રૌઢ વયના ડ્રાઇવર્સ માટે ખરાબ કહેવાય તેવી ચેતવણી આપતા વિઞ્જાનીઓએ કહ્યું છે કે પ્રતિદિન બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી આઇક્યુ ઘટે છે. તાજેતરના અભ્યાસ મુજબ બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી મગજ પર વૃદ્ધત્વની અસર વધે છે. ૩૭થી ૭૩ વયજૂથના પાંચ લાખ લોકો પર પાંચ વર્ષ સુધી અભ્યાસમાં લાંબી કાર સફર કર્યા પછી મગજ ઓછું સક્રિય રહેતું હોવાનું જાણમાં આવ્યું હતું. પાંચ લાખ લોકો પૈકી ૯૩,૦૦૦ લોકો દિવસ દરમિયાન બે કલાક કરતાં વધુ ડ્રાઇવિંગ કરતા હતા.

તારણો અનુસાર વધુ સમય કાર ડ્રાઇવ કરનારાની માનસિક ક્ષમતાઓ ઘટતી જતી હતી. ખાસ કરીને જે પ્રૌઢ લોકો રોજ બે કલાક કરતાં વધુ ડ્રાઇવ કરતાં હોય છે. તેમની બૌદ્ધિક ક્ષમતા ઝડપથી ઘટતી હોય છે. સંશોધકોનું કહેવું છે કે જે લોકો પોતાની માનસિક ક્ષમતાઓને બચાવવા માગતા હોય તેમણે રસ્તા પર ઓછામાં ઓછું ડ્રાઇવિંગ કરવું જોઈએ.

યુનિવર્સિટી ઓફ લેસ્ટરના તબીબ કિશન બકરાનિયાએ જણાવ્યું હતું કે નિયમિતપણે બે કલાક કરતાં વધુ ડ્રાઇવ કરતાં રહેવાથી હૃદયના આરોગ્ય પર પણ વિપરીત અસર પડે છે. મગજ માટે પણ જોખમી બાબત છે કારણ કે તે સમયગાળા દરમિયાન ઓછું સક્રિય રહે છે. સંશોધકોનું કહેવું છે કે લાંબો સમય નિષ્ક્રિય રહેવાની સીધી અસર મગજ પર પડતી હોય છે. રોજ બે કલાક કરતાં વધુ સમય ટેલિવિઝન નિહાળતા લોકોની પણ આ જ સ્થિતિ હોય છે.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.



to the free, weekly Gujarat Samachar email newsletter