અમૃતસરી લંગર દાલ

Wednesday 06th March 2019 10:18 EST
 
 

સામગ્રીઃ અડદ દાળ – ૧ કપ • ચણા દાળ – ૧/૪ કપ • પાણી - ૪ કપ • લીલા મરચાં - ૫ • સમારેલી ડુંગળી-૩ ચમચી • સમારેલા ટામેટાં-૧/૪ કપ • આદુ-૨ ચમચી • ૨ મોટી ચમચી સમારેલું લસણ • લાલ મરચાનો પાઉડર-૧/૪ ચમચી • તેલ-૩ ચમચા • ફુદીના ૬-૭ પાન • સ્વાદપ્રમાણે મીઠું.

રીતઃ બન્ને દાળને ધોઈને પાંચેક કલાક પલાળી રાખો. આ પછી નીતારીને પ્રેશર કૂકરમાં પાણી અને દોઢ ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીને બાફી લો. દાળને થોડીક ક્રશ કરીને એક પેનમાં રાખો. આ પછી એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરીને એમાં ડુંગળી નાંખીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં બાકીનું આદું અને લસણ પેસ્ટ ઉમેરો. સમારેલાં લીલા મરચાં ઉમેરો. થોડોક સમય ફ્રાય કરો. હવે ટામેટાં નાખો અને તેલ છુટું પડે ત્યાં સુધી ફ્રાય ઉમેરો. આ વઘારને દાળ પર નાખો. હળવા હાથે મિક્સ કરો અને મીઠું નાખો. દાળને બર્નર પર મૂકો અને ૪-૫ મિનિટ માટે ઉકળવા દો. ફુદીનાના પાન વડે સજાવીને સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter