આચારી આલુ ગોબી

Friday 13th September 2019 04:34 EDT
 
 

સામગ્રીઃ ફુલાવર ૨૦૦ ગ્રામ • બટેકા ૨૦૦ ગ્રામ • આમચુર પાવડર એક ચમચી • દહીં બે ચમચી • ડુંગળી અડધો કપ • આદુ-લસણની પેસ્ટ ૧ ચમચી • લીલા મરચું ૧ નંગ ઝીણું સમારેલું • રાઈ અડધી ચમચી • હળદર જરૂર મુજબ • મીઠુ જરૂર મુજબ • કોથમીર સજાવટ માટે

(મસાલા માટે) • જીરૂ અડધી ચમચી • વરીયાળી બે ચમચી • આખા ધાણા ૧ ચમચી • લાલ સુકા મરચાં ૨ નંગ • કાળા તલ અડધી ચમચી • લાલ મરચું એક ચમચી

રીતઃ એક પેનમાં પાણી ગરમ કરવા મુકો. હવે તેમાં સમારેલા બટાકા અને ફુલાવરના ટુકડા ઉમેરીને ઢાંકી દો. ૧૫-૨૦ મિનિટ પછી વેજિટેબલ્સને ગાળી લો. હવે બીજા પેનમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં કાળા તલ, વરીયાળી, લાલ મરચા, જીરું, આખા ધાણા શેકી લો. ૫ મિનિટ શેક્યા બાદ મસાલા ઠંડા પડવા દો. હવે આ શેકેલા મસાલાને મીક્સીમાં બ્લેન્ડ કરી લો. પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બાફેલા બટાકા અને ફુલાવર ઉમેરી તેમાં મીઠું, હળદર, ડુંગળી નાંખી હલાવો. ૨ મિનિટ બાદ તેમાં તૈયાર કરેલો શેકેલો મસાલો ઉમેરી હલાવી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને દહીં ઉમેરીને મિક્સ કરો. છેલ્લે આમચુર પાવડર ઉમેરીને ૨ મિનિટ હલાવી ગેસ બંધ કરો. સબ્જીને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter