ઈલાનીર પાયસમ

Friday 06th October 2017 06:48 EDT
 
 

સામગ્રીઃ ૪ નંગ તાજાં નાળિયેર • ૪૦૦ ગ્રામ પાઈનેપલ (ટુકડા કરેલા) • ૨૦ ગ્રામ શેકેલું જીરું • ૩ ટેબલસ્પૂન મધ • ૧/૨ ટીસ્પૂન ઇલાયચી પાઉડર • ૨ ટીસ્પૂન લીંબુનો રસ

રીતઃ નાળિયેરનું પાણી કાઢીને તેને અલગ રાખી દો. હવે નાળિયેરને તોડીને તેની અંદરની મલાઈ કાઢી લો. જ્યુસરમાં નાળિયેરનું પાણી, મલાઈ, શેકેલું જીરું, પાઈનેપલના ટુકડા અને મધ નાખીને સારી રીતે બ્લેન્ડ કરી લો. તેને ગાળી લો અને ઇલાયચી પાઉડર અને લીંબુનો રસ નાખી ઠંડુ સર્વ કરો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter