કચ્છી સમોસા

Friday 14th September 2018 06:11 EDT
 
 

સામગ્રીઃ ચણાનો લોટ - ૨ મોટા બાઉલ • મેંદો - ૨ મોટા બાઉલ • સમારેલી ડુંગળી - ૨ બાઉલ • ખાંડ - ૨ ટીસ્પૂન •આંબલી - ૨ ટીસ્પૂન • ધાણાજીરું - ૧ ટીસ્પૂન • હળદર - ૧ ટીસ્પૂન • કોથમીર - ૨ ટીસ્પૂન • તેલ – તળવા માટે • મીઠું - સ્વાદ અનુસાર

રીતઃ એક બાઉલમાં બેસન લો. તેમાં તેલ અને મીઠું ઉમેરીને તેનો થોડોક કઠણ લોટ બાંધો. હવે તેને મૂઠિયાનાં આકારમાં વણી લો. હવે તે મૂઠિયાને ધીમા ગેસ પર ચઢવા દો. મૂઠિયા થોડાક ઠંડા થઈ જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. એક કડાઈમાં તેલ લઈને ડુંગળીથી વઘાર કરો. ડુંગળી બ્રાઉન કલરની ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવ્યા કરો. હવે તેમાં મૂઠિયાનો ભૂકો, ખાંડ, આંબલીની પેસ્ટ, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, અને કોથમીર નાખીને મિક્સ કરો. તમારું સ્ટફિંગ તૈયાર છે. હવે લોટમાંથી નાની-નાની પૂરીઓ વણી લો. પૂરીમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો. હવે આ પૂરીને સમોસા અથવા તો ઘુઘરાનાં શેપમાં વાળો અને તેને તળી લો. કચ્છી સમોસા એટલે કે ઘુઘરા તૈયાર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter