કેરીનો શીરો

રસથાળ

માયા દીપક Friday 04th August 2023 06:19 EDT
 
 

સામગ્રી અને રીતઃ પા કપ ઘીને ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે અડધો કપ કકરી સોજી ઉમેરીને ધીરા તાપે શેકવી. એક કપ ફુલ ફેટનું દુધ ગરમ કરો. ગરમ સોજીના મિશ્રણમાં ડ્રાયફ્રુટ્સનો કકરો ભુકો ઉમેરવો. આ મિશ્રણ શેકાઇ જાય એટલે ગરમ કરેલું દુધ ઉમેરવું. દુધ બળે એટલે કાળી-પીળી દ્રાક્ષ ઉમેરીને પા કપ ખાંડ ઉમેરી હલાવતા રહેવું. કેસર કેરીનો રસ ગાળીને રાખવો. મિશ્રણ થઈ જાય એટલે પલ્પ ઉમેરવો. બે ચમચી કોપરાની છીણ ઉમેરવી. ઘી છુટે ત્યાં સુધી હલાવતા રહો. ઉપર કેસરના તાંતણા, અડધી ચમચી ઇલાયચી પાવડર, અડધી ચમચી જાયફળ પાવડર, બદામ - પિસ્તાની કતરણ ઉમેરો અને કેરીની ચીરીથી ગાર્નિશ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter