કેળાંના માલપુઆ

Saturday 01st June 2019 07:11 EDT
 
 

સામગ્રીઃ ૨ પાકા કેળાં • ૧ ગ્લાસ દૂધ • ૧ કપ સોજી • ૧/૨ કપ ઘઉંનો લોટ • ૧/૨ ચમચી એલચી પાઉડર • ૧/૨ ચમચી વરિયાળી પાઉડર • એક ચમચી મીઠું • ફ્રાય કરવા માટે ઘી • ચાસણી માટે ૧/૨ કપ ગોળ • ૨ કપ પાણી

રીતઃ કેળાંને મેશ કરીને તેમાં ૧ ગ્લાસ દૂધ, સોજી અને ઘઉંનો લોટ મિક્સ કરો. હવે તે મિશ્રણમાં વરિયાળી પાઉડર, એલચી પાઉડર અને એક ચપટી મીઠું નાખો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં આ પેસ્ટને ગોળ શેપમાં નાંખો. ધીમી આંચ પર ડીપ ફ્રાય કરો અને પછી તેને ૫-૧૦ મિનિટ સુધી ગોળની ચાસણીમાં રાખો. માલપુઆને ગાર્નિશ કરવા મટે કોપરાની છીણ અને પિસ્તાની કતરણ ઉપરથી નાંખો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter