કોકોનટ હલવો

વાનગી

Thursday 22nd December 2022 07:40 EST
 
 

સામગ્રીઃ ફ્રેશ નાળિયેર - 1 નંગ • દૂધ - 2 કપ • ઘી - 1 ચમચી • ખાંડ - અડધો કપ • ઇલાયચી પાઉડર - પા ચમચી • ડ્રાયફ્રૂટ કતરણ - 2 ચમચી
રીતઃ તાજા નાળિયેરની છીણ તૈયાર કરીને બાજુ પર રાખો. એક નોનસ્ટિક પેનમાં ઘી લઇને ગરમ કરો અને નાળિયેરની છીણ નાંખીને શેકો. હવે તેમાં દૂધ રેડો. એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરો. દૂધ બળી જાય અને ઘી છૂટવા લાગે એટલે ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરી ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઠારીને ડ્રાયફ્રૂટ કતરણથી ગાર્નિશ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter