ક્વીક ઓરેન્જ સંદેશ

Friday 04th May 2018 07:10 EDT
 
 

સામગ્રીઃ ૨ ટેબલસ્પૂન સંતરાનો સ્કવોશ • ૧ કપ ખમણેલું પનીર • ૨ ટેબલસ્પૂન પીસેલી સાકર • ૫ ટીપા સંતરા એસેન્સ

ગાર્નિશીંગ માટેઃ ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ • ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા • ૬ સંતરાની ચીરીઓ

સામગ્રીઃ એક પ્લેટમાં બધી જ વસ્તુઓ ભેગી કરો અને બહુ સારી રીતે તેને ગુંદીને સરસ મજાનું સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આમ તૈયાર થયેલા મિશ્રણને એક બાઉલમાં મૂકી, તેને ફ્રીજરમાં ૧૫ મિનિટ સુધી રાખી મૂકો. આ પછી તેના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથ વડે ગોળાકાર બનાવી થોડું હલકું દબાવીને તેની મધ્યમાં આંગળી વડે દબાવીને ખાડો પાડો. છેલ્લે તેને પીસ્તા-બદામ અને સંતરાની ચીરીઓ વડે સજાવી લો. આમ તૈયાર થયેલા સંદેશને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂક્યા બાદ પીરસો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter