ખજૂર પાક

Friday 08th February 2019 04:06 EST
 
 

સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ખજૂર • ૨ ચમચી ઘી • ૧૦૦ મીલી દૂધ • કાજુ-બદામ-પિસ્તા બારીક સમારેલાં

રીતઃ સૌપ્રથમ ખજૂર સુધારી લો. થોડું દૂધ ઉમેરીને મિક્સચરમાં ક્રશ કરી લો. હવે એક નોન-સ્ટિક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરો. તેમાં તૈયાર કરેલું ખજૂરનું મિશ્રણ ઉમેરીને તેમાં કાજુ, બદામ, પિસ્તાની કતરણ નાખીને સાંતળવું. મિશ્રણ થોડુંક ઘટ્ટ થાય પછી ઘી ઉમેરીને ઠારી લો. આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેના લાડુની જેમ ગોળ વાળીને કે ટુકડા કર્યા બાદ એરટાઇટ ડબ્બામાં ભરી લો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter