ગાંઠિયાનું લાઇવ શાક

રસથાળ

માયા દીપક Friday 27th October 2023 05:28 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

• સામગ્રી અને રીતઃ 4 ટામેટા, 2 મધ્યમ કદની ડુંગળી, આઠ કળી લસણ. સૌપ્રથમ ટામેટા અને ડુંગળીને કટરમાં ક્રશ કરવા. અડધો કપ દહીંને એક કપ પાણી ઉમેરી ફેંટીને રાખવું, 1 ચમચો તેલ, 1 ચમચી રાઇ, 1 ચમચી જીરુ, અડધી ચમચી હીંગ - ડુંગળી ઉમેરી બે મિનિટ પછી ટામેટા ઉમેરી અડધી ચમચી હીંગ, અડધી ચમચી પાઉંભાજી મસાલો, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી કાશમીરી મરચું, અડધો કપ પાણી ઉમેરી ઉકળે એટલે છાશ ઉમેરી ત્રણ મિનિટ ફેટવું.
હવે 1 કપ ચણાનો લોટ, અડધી ચમચી હળદર, પા ચમચી સિંધવ, પા ચમચી અજમો, 1 ચમચી મરચું, 1 ચમચી તેલ ઉમેરી અડધો કપ પાણી ઉમેરીને લોટ બાંધવો. મિશ્રણ ઉકળે એટલે ઝારાની મદદથી ગાંઠિયા પાડીને બે મિનિટ એમ જ રાખી ધીરે ધીરે હલાવવું. અડધી ચમચી મીઠું - અડધી ચમચી સિંધવ ઉમેરી હલાવવું. કોથમીર ઉમેરી સર્વ કરવું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter