ચટપટી સાબુદાણા ખીચડી

Wednesday 12th April 2017 05:20 EDT
 
 

સામગ્રીઃ સાબુદાણા (પલાળેલા) ૧ બાઉલ • બાફેલા બટાકા ૨ નંગ • આદુ-મરચાંની પેસ્ટ ૧ ટી-સ્પુન • શીંગનો ભુકો ૧ કપ • દળેલી ખાંડ ૨ ટીસ્પુન • લીંબુનો રસ ૧ ટીસ્પુન • મરી પાવડર ૧/૨ ટીસ્પુન • તેલ ૩ ટીસ્પુન • આખું જીરું ૧/૨ ટી સ્પુન • શેકેલું જીરું પાવડર ૧ ટીસ્પુન • મીઠા લીમડાનાં પાન ૪-૫ નંગ • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરીને જીરું, લીમડો, આદુ-મરચાંની પેસ્ટ નાંખી સાંતળો. પછી તેમાં બાફેલા બટાટા લાંબા સમારીને નાખો. ત્યાર બાદ તેમાં સાબુદાણા નાંખી હલાવીને તરત જ ગેસ બંધ કરી દો. હવે તેમાં મીઠું, મરી પાવડર, લીંબુનો રસ, દળેલી ખાંડ, શીંગનો ભુકો નાંખી હલાવી લો. પેનમાં ઉપરથી ઢાંકણુ ઢાંકવું નહીં. ૧૦ મિનિટ બાદ ફરીથી હલાવીને તેમાં ફરાળી ચેવડો મિક્સ કરી દો. કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. તૈયાર છે ગરમાગરમ ચટપટી સાબુદાણા ખીચડી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter