ચીકુનો હલવો

Friday 20th March 2020 03:39 EDT
 
 

સામગ્રી: ૨ ડઝન પાકાં ચીકુ • ૫૦૦ ગ્રામ માવો • ૧૨૫ ગામ ચોકલેટ પાવડર • ૧ કિલો ખાંડ • ૧૨૫ ગ્રામ ઘી • વરખ • એલચીનો ભૂકો • ૩ ચમચી ઘી

રીત: ચીકુને છોલીને બી કાઢી નાંખો ચમચાથી ક્રશ કરીને એકરસ બનાવી લો. માવાને ઘીમાં બદામી રંગનો શેકો. ખાંડની બે તારની ચાસણી બનાવી અંદર ચીકુ, ચોકલેટનો પાવડર તથા માવો નાંખીને હલાવતા રહો. મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે બર્નર પરથી નીચે ઉતારી લો. એલચી નાંખીને થાળીમાં ઠારો. ઉપર વરખ લગાડવો..


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter