ચીકુ માવા કુલ્ફી

Friday 16th August 2019 08:34 EDT
 
 

સામગ્રીઃ ચીકુ પલ્પ ૨૫૦ ગ્રામ • દૂધ ૨૫૦ ગ્રામ • કન્ડેન્સ મિલ્ક ૨૦૦ ગ્રામ • મોળો માવો ૧૫૦ ગ્રામ • ચીકુ એસેન્સ ૧થી ૨ ડ્રોપ્સ • મિલ્ક પાવડર ૧ ટેબલ સ્પૂન

રીતઃ ચીકુનો પલ્પ અને દૂધ મીક્સ કરીને ધીમી આંચ પર ૧૦થી ૧૨ મિનિટ ઉકાળો. હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર ઉમેરો અને પછી મોળો માવો ઉમેરો. બર્નર બંધ કરો. ત્યારબાદ કન્ડેન્સ મિલ્ક ઉમેરીને હલાવો અને મિશ્રણને ઠંડુ થવા દો. એકદમ છેલ્લે એસેન્સ ઉમેરો અને હલાવી લો. થોડુંક જાડું મિશ્રણ તૈયાર થાય પછી જ તેને કુલ્ફી મોલ્ડમાં ભરીને ફ્રીજમાં ૧૨ કલાક માટે સેટ થવા મૂકો. ચીલ્ડ ચીકુ કુલ્ફીને પ્લેટમાં લઇ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter