ડ્રાયફ્રૂટ ઘૂઘરા

Friday 03rd November 2017 08:01 EDT
 
 

સામગ્રીઃ માવો ૫૦૦ ગ્રામ • ઘી ૫૦૦ ગ્રામ • બૂરું ખાંડ ૨૦૦ ગ્રામ • ઘઉંનો લોટ ૫૦૦ ગ્રામ • મિક્સ ડ્રાયફૂટ ૧૦૦ ગ્રામ (કાજુ-બદામ-પિસ્તાની કતરણ, કિસમિસ) • ઈલાયચીનો પાઉડર - જરૂર અનુસાર

રીતઃ સૌપ્રથમ ઘઉંના લોટમાં ઘીનું મોણ નાંખો અને તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધવો. માવાને ધીમા તાપે ઘીમાં શેકી લો. માવો ઠંડો પડ્યા પછી તેમાં બૂરું ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. હળવા હાથે હલાવીને એકદમ મિક્સ કરી લો. ઘઉંના લોટમાંથી નાની પુરી વણો અને તેમાં સ્ટફીંગ ભરીને ઘૂઘરા તૈયાર કરો. ડ્રાયફ્રૂટ ઘૂઘરાને ઘીમાં તળી લો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter