દહીંમાં વઘારેલો રજવાડી રોટલો

Thursday 31st August 2023 05:37 EDT
 
 

સામગ્રી અને રીતઃ 1 બાઉલ રોટલાના ટુકડામાં 1 બાઉલ છાશ ઉમેરીને પલળવા દેવો. અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠુ, અડધી ચમચી ધાણાજીરું, 1 મિનિટ ઉકાળીને સાઇડમાં રાખવું. 4 ચમચી તેલ મુકી અંદર, અડધી ચમચી રાઇ, અડધી ચમચી હીંગ, 1 કાપેલી ડુંગળી સંતળાય જાય એટલે લીલું લસણ, લીલી ડુંગળી ઉમેરવા. સૂકું લસણ અને લીલા મરચા આદુની પેસ્ટ, તલ, વરિયાળી, ક્રશ સીંગદાણા, 1 ચમચી કાશ્મીરી મરચું આ બધું રોટલામાં મિક્ષ કરીને કોથમીર ઉમેરીને સર્વ કરવું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter