દૂધીનો ઓળો

Friday 09th March 2018 06:44 EST
 
 

સામગ્રીઃ ૧ દૂધી • ૨ કપ લીલી ડુંગળી • ૨ ટામેટાં • ૧ ચમચી ક્રશ કરેલું લીલું મરચું • ૧ સૂકું મરચું • ૧ તમાલ પત્ર • ૧ ચમચી જીરું • ચપટી હિંગ • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ • ૩ ચમચી લાલ મરચું • ૧ ચમચી હળદર • ૧ ચમચી ધાણાજીરું • ૧ ચમચી ગરમ મસાલો • મીઠું સ્વાદ મુજબ • કોથમીર સજાવવા માટે

રીતઃ દૂધીની છાલ કાઢીને તેને બાફી લો. હવે બાફેલી દૂધીને ક્રશ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી તેમાં જીરું, તમાલપત્ર, લાલ સૂકું મરચું નાંખી તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખો. આ પછી તેમાં લીલી ડુંગળી નાંખીને સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાં નાંખીને તેલ છૂટું પડે એટલે ક્રશ કરેલી દૂધી નાંખીને ઉપર હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખીને મિક્સ કરી લો. હવે સર્વિંગ બાઉલમાં કાઢીને તેની પર કોથમીર નાંખી ડેકોરેટ કરો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter