નવરાત્રિ સ્પેશ્યલઃ પનીરના રસગુલ્લા

Friday 05th October 2018 07:59 EDT
 
 

સામગ્રીઃ પનીર - ૫૦૦ ગ્રામ • કેસર - જરૂર પૂરતું • દૂધ - ૧ ચમચો • ખાંડ - ૩૫૦ ગ્રામ • પાણી - ૫ કપ

રીત: સૌથી પહેલાં પનીરનું પાણી નિતારી લઈને તેને હથેળીથી ખૂબ મસળી લો. દૂધમાં કેસર ઘોળીને તે પનીરમાં મિક્સ કરો. મિશ્રણ એકસરખું અને ચીકાશયુક્ત થાય એટલે તેમાંથી ૧૪-૧૫ ગોળા વાળો. હવે એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્સ કરી મધ્યમ આંચે પાંચ-દસ મિનિટ ઉકાળો. તેમાં માવાના ગોળા નાખો અને ફરી અડધા કલાક સુધી ઉકાળો. આ દરમિયાન ઊકળતા પાણીને ચમચાથી રસગુલ્લા પર નાખતા રહો, જેથી ચાસણી એકદમ ઘટ્ટ ન થઈ જાય. રસગુલ્લા જ્યારે ચાસણીમાં બરાબર ઉપર આવી જાય ત્યારે આંચ પરથી ઉતારી લો. ઠંડું પડે એટલે રસગુલ્લાને ફ્રીઝમાં મૂકીને એકદમ ઠંડા કરયા બાદ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter