પનીર ટિક્કી

Friday 04th November 2022 07:34 EDT
 
 

સામગ્રીઃ અઢી કપ - છીણેલું પનીર • પોણો કપ - ઝીણી સમારેલી કોથમીર • એક ટેબલસ્પૂન - ઝીણાં સમારેલાં લીલાં મરચાં • એક ચપટીક - પીસેલી સાકર • ત્રણેક ચમચી - કોર્ન ફ્લોર • રાંધવા માટે તેલ • મીઠું સ્વાદાનુસાર
(પૂરણ બનાવવા માટે) પોણો કપ - સમારેલી કિસમિસ • પોણો કપ - સમારેલા કાજુ
રીતઃ એક પ્લેટમાં પનીર લઇને તેને કણક જેવું સુંવાળું થાય ત્યાં સુધી બરાબર મસળી લો. તેમાં કોથમીર, લીલાં મરચાં, મીઠું અને પીસેલી સાકર મેળવીને એકદમ મિક્સ કરી લો. આ મિશ્રણના 10 સરખા ભાગ પાડો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ આકાર આપી દો. એક ગોળાકાર ભાગને વચ્ચેથી થોડો દબાવી તેમાં સૂકા મેવાનું પૂરણ ભરો અને ફરીથી તેને હાથની મદદથી ગોળાકાર બનાવો. હવે બંને હાથ વડે હળવેકથી દબાવી તેને સપાટ બનાવી દો. આ ટિક્કીને મકાઈના લોટમાં રગદોળી લો. આ રીતે બાકીની તમામ ટિક્કી તૈયાર કરી લો. એક નોન સ્ટિક તવા પર તેલ ગરમ કરીને ટિક્કીને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે ગરમગરમ પીરસો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter