પિત્ઝા સમોસા

Friday 18th May 2018 05:36 EDT
 
 

સામગ્રીઃ મેંદાની કણક ૧/૨ કપ • કેપ્સીકમ ૧/૨ કપ • ડુંગળી ૧/૪ કપ • ઓલીવ્સ ૪–૫ નંગ • ચીલી ફલેક્સ ૧/૪ ટેબલસ્પૂન • મિક્સ હર્બ્સ ૧/૨ ટેબલસ્પૂન • ચીઝ ૨ ક્યુબ • પેરી પેરી મસાલા ૧/૨ ટેબલસ્પૂન • બટર ૧ ટેબલસ્પૂન • ઓલીવ ઓઇલ ૧/૨ ટેબલસ્પૂન • ટોમેટો પ્યુરી ૧/૨ કપ

રીત: સૌથી પહેલા પેનમાં બટર અને ઓલિવ ઓઈલ ગરમ કરવું. હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ અને ઓલીવ્સને ૨ મિનિટ સાંતળી ટોમેટો પ્યુરી ઉમેરી હલાવવું. ટોમેટો પ્યુરી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી મિશ્રણ હલાવવું. ત્યારબાદ બાઉલમાં લઇને ઠંડુ પડવા દો. હવે તેમાં ચીલી ફલેક્સ, મીક્સ હર્બ્સ અને ચીઝ છીણીને ઉમેરી બરાબર મીક્સ કરો. હવે મેંદાની કણકમાંથી એક પુરી વણી ૧ ટેબલસ્પૂન સ્ટફીંગ ભરી સમોસાનો શેઇપ આપી બીજા સમોસા તૈયાર કરો. હવે સમોસા પર બટર લગાવી ઓવનમાં ૧૮૦૦ સેન્ટીગ્રેડ પર ૨૦–૨૫ મિનિટ બેક કરવા મુકો. હવે બેક થયા બાદ ફરીથી થોડુંક બટર લગાવીને પેરી પેરી મસાલો સ્પ્રીંકલ કરી પ્લેટમાં લઇ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter