બેક્ડ બ્રેડ રોલ

Saturday 12th August 2017 08:02 EDT
 
 

સામગ્રીઃ બ્રેડ ૫ સ્લાઇસ • તેલ ૨ મરચા • બારીક સમારેલી ડુંગળી ૧ નંગ • બટાટા ૧ નંગ • સમારેલું ગાજર ૧ નંગ • વટાણા ૧ વાટકી • મકાઈના દાણા ૧ વાટકી • હિંગ ચપટી • વરિયાળી પાઉડર ચપટી • આદું-લસણની પેસ્ટ ૧ ચમચો • મરચું અડધી ચમચી • ગરમ મસાલો પા ચમચી • સમારેલી કોથમીર ૧ ચમચો • તેલ ૧ ચમચો • મીઠું સ્વાદ મુજબ

રીતઃ સ્ટફિંગ માટે ગાજર, મકાઈના દાણા અને વટાણાને બાફી લો. ઠંડા થાય એટલે બાફેલા બટાકાનો છૂંદો મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં વરિયાળીનો પાઉડર અને આદું-લસણની પેસ્ટ સાંતળો. પછી ડુંગળી નાખી તેને બદામી રંગની થવા દો. હવે બધાં શાક, મરચું, ગરમ મસાલો અને મીઠું ભેળવો. સહેજ પાણી છાંટો, જેથી મસાલો મિક્સ થાય. ઢાંકીને પાંચ મિનિટ રાખો. આંચ પરથી ઉતારી લઈને કોથમીર ભભરાવો. બ્રેડની કિનારીઓ કાપી લઈ વેલણથી સહેજ દબાવો. ભીના કપડાંથી ઢાંકીને દસેક મિનિટ રાખી મુકો. દરેક બ્રેડ પર એક ચમચી સ્ટફિંગ મૂકી પાણીથી કિનારી સીલ કરી દો. ઇચ્છો તો રોલ પણ વાળી શકો છો. ઓવનને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો. બધા રોલ્સ પર તેલ લગાવી ફોઈલ પાથરેલી ટ્રેમાં ગોઠવી બેક કરો. ઇચ્છો તો તળી પણ શકો છો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter