બેક્ડ ભાખરવડી

Friday 09th February 2018 07:46 EST
 
 

સામગ્રીઃ ઘી-અડધો કપ • બેસન ૧ કપ • મીઠું - સ્વાદ મુજબ • જીરું પાવડર (શેકેલો) ૧ ટે. સ્પૂન • તલ - અડધો કપ • ટોપરાનું ખમણ - અડધો કપ • સીંગદાણા ભૂકો - અડધો કપ • તેલ ૨ ટેબલ સ્પૂન • લાલ મરચું - અડધી ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • દળેલી ખાંડ - અડધી ચમચી • લીંબુનો રસ - ૧ ટેબલ સ્પૂન • મરી પાવડર - અડધી ચમચી • લીલું લસણ - અડધો કપ • પાણી - જરૂર મુજબ

રીતઃ સૌથી પહેલા ચણાના લોટમાં મીઠું, તેલ, મરી પાવડર લઈ મિક્સ કરો અને પાણી લઈ પરોઠાના લોટ કરતાં કઠણ લોટ બાંધો. લોટને ઢાંકીને ૧૨-૧૫ મિનિટ માટે રહેવા દો. હવે પેનમાં ઘી ગરમ કરવા મૂકીને લીલું લસણ સાંતળી લો. ત્યારબાદ તેમાં તલ પાવડર, સીંગદાણા ભૂકો, ટોપરાનું ખમણ ઉમેરી મિક્સ કરવું. બધા જ પાવડર બરાબર શેકાઈ જાય પછી મિશ્રણ બાઉલમાં લઈ લો. મિક્સર ઠંડુ થાય પછી તેમાં લાલ મરચું, ગરમ મસાલો, દળેલી ખાંડ, લીંબુનો રસ, તેલ બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો. હવે ચણાના લોટમાંથી મીડિયમ થીકનેસની રોટલી વણી લો. સમોસા પટ્ટીની જેમ લંબચોરસ કાપી લો. હવે તૈયાર કરેલા સ્ટફિંગનો હાથથી રોલ વાળવો. કટ કરેલી રોટલીમાં રોલ મૂકીને ગોળ વાળી પાણી લગાવી સીલ કરી સ્ટફિંગવાળો રોલ તૈયાર કરવો. હવે રોલને કટ કરી ભાખરવડી તૈયાર કરો. ભાખરવડીની બંને સાઈડ તેલ અથવા ઘી લગાવીને માઈક્રોવેવ ઓવનમાં ૧૮૦૦ સેન્ટીગ્રેડ પર ૨૫-૩૦ મિનિટ બેક થવા દો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter