બ્રેડ ચમચમ

Friday 31st August 2018 08:52 EDT
 
 

સામગ્રીઃ બ્રેડ ૮-૧૦ સ્લાઇસ • માવો - ૧૫૦ ગ્રામ • કોપરાનું છીણ - ૧૦૦ ગ્રામ • ખાંડ - ૧ કપ • બૂરું ખાંડ - ૨ ચમચા • બદામ-પિસ્તાં - ૧૫-૨૦ ચીરી • એલચીનો ભૂકો - ૧ ચમચી

રીત: એક પેનમાં ખાંડ અને બે કપ પાણી ભેળવીને ચાસણી બનાવો. માવાને શેકીને તેમાં ખાંડ, સૂકા મેવાની ચીરીઓ અને એલચીનો પાઉડર નાખીને તેને ઠંડો પડવા દો. બ્રેડની નાનકડી ગોળ સ્લાઇસ કાપી લો. હવે ચાસણીમાં તમને ખાવાનો મનગમતો રંગ ભેળવો. હવે બ્રેડના બે પીસને ચાસણીમાં બોળીને દબાવો. તેમાં સ્ટફિંગ ભરીને ચારેબાજુથી દબાવી કોપરાના છીણમાં રગદોળી તૈયાર કરો. મેવાની ચીરીઓથી સજાવો. તે પછી ફ્રીઝમાં મૂકી ઠંડું થવા દઈને ચમચમ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter