આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મગ-ચોખા ભેળવેલી ખીચડી - અડધો કપ • આખા મગ - 2 ચમચી • તુવેર દાળ - 2 ચમચી • ચણાની દાળ - 2 ચમચી • મસુર દાળ - 2 ચમચી
• ચોળાની દાળ - 2 ચમચી • અડદની દાળ - 2 ચમચી • ઘી - 2 ચમચી • સમારેલું ગાજર - પા કપ • સમારેલું બટાકું - 1 નંગ • લીલાં વટાણા - પા કપ • ઝીણી સમારેલી ડુંગળી - 1 નંગ • ઝીણું સમારેલું લસણ - 1 ચમચી • ઝીણું સમારેલું કેપ્સિકમ - પા કપ • ઝીણા સમારેલાં ટામેટાં - 2 નંગ • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • રાઈ - 1 ચમચી • જીરું - અડધી ચમચી • હિંગ - પા ચમચી • સૂકાં લાલ મરચાં - 2 નંગ • કાજુ ટુકડા - 2 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • હળદર - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • ધાણાજીરું - 1 ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • ગાર્નિશિંગ માટે: કોથમીર અને બટર
રીત: સૌપ્રથમ ખીચડી માટેની બધી સામગ્રી તૈયાર કરી લો. ખીચડી મિક્સ કરીને બેથી ત્રણ પાણીથી ધોઈ દસ મિનિટ માટે પલાળી રાખવી. ત્યારબાદ પ્રેશર કુકરમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકવું. પાણી થોડું ગરમ થાય એટલે ખીચડી તેમાં ઓરી સમારેલાં શાકભાજી, થોડી હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ઘી રેડીને ત્રણ સીટી વગાડી લેવી. હવે બીજા પેનમાં ઘી ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, સૂકાં લાલ મરચાં વઘારવા. ઝીણી સમારેલી ડુંગળી, લસણ, કેપ્સિકમ અને કાજુ ટુકડા ઉમેરો. થોડી વાર ધીમા તાપે સાંતળી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું મિક્સ કરો. હવે તેમાં એકથી બે મિનિટ માટે ટામેટાંને સાંતળી લો. જરૂર મુજબ પાણી ઉમેરી નરમ થવા દેવા. ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ મસાલો ઉમેરો. બાફેલી ખીચડીને તેમાં સરસ રીતે મિક્સ કરી લો. સર્વિંગ પ્લેટમાં કોથમીર અને બટરથી ગાર્નિશ કરી ગરમગરમ મિક્સ ધાન ખીચડી સર્વ કરો.