મિન્ટી કચ્ચા આમ કેન્ડી

Thursday 06th June 2019 07:15 EDT
 
 

સામગ્રીઃ કાચી કેરી ૫૦૦ ગ્રામ • દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન • ગ્લુકોઝ પાવડર ૧ કપ • કાચી કેરી એસેન્સ ૫ ડ્રોપ્સ • ફુદીનાના પાન ૧૦થી ૧૨ નંગ

રીતઃ સૌપ્રથમ કાચી કેરીના છાલ સાથે ટુકડા કરીને એક પેનમાં ૧ ગ્લાસ પાણી નાંખીને દસ મિનિટ ઉકાળી લો. હવે તેને પાણીમાંથી કાઢીને ઉપર ઠંડુ પાણી નાખીને રહેવા દો. આ પછી તે કેરીના ટુકડાને ચારણીમાં ઘસીને પલ્પ કાઢી લો. બધી જ કેરીનો આ રીતે પલ્પ તૈયાર કરવો.. હવે પલ્પમાં દળેલી ખાંડ ઉમેરી ૫ મિનિટ ગરમ કરવા મુકો. ખાંડ ઓગળે પછી તેમાં ગ્લુકોઝ પાવડર, એસેન્સ મિક્સ કરી તેમાં ફુદીના પાનની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણને કેન્ડી સ્ટેન્ડમાં ભરીને ફ્રીજરમાં ૧૦થી ૧૨ કલાક સેટ થવા દેવી. આ રીતે કચ્ચા આમ અને મિન્ટી કેન્ડી તૈયાર થશે. ચીલ્ડ કેન્ડીને બાઉલમાં લઇ સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter